હતા તમે મહાત્મા
પણ રડતી હશે તમારી આત્મા
બતાવ્યો હતો તમે સત્ય અને અહિંસાનો રસ્તો
પણ ખોવાઈ ગયો છે ઍ રસ્તો
થશે આજે ધુળ સાફ તમારા પુતળા અને ફોટાઓની
પણ એની જ નીચે થશે under table લેતીદેતી
અપાવી હતી તમે આઝાદી અંગ્રેજોથી
પણ હજી છીએ ગુલામ અમે અંગ્રેજીના
લગભગ ભુલી ગયા હોત અમે તમારો ચહેરો
પણ સારુ છે પૈસા ઉપર છે તમારો ફોટો
એક છોકરાને પુછ્યુ કે તને ગાંધીજી કેમ ગમે છે
તો કહે, એમને કારણે એક રજા મળે છે...
#priten 'screation#