aj Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

aj Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful aj quote can lift spirits and rekindle determination. aj Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

aj bites

#AJ #MATRUBHARTI

મિસ કરું છું હું...!

મિસ કરું છું હું....
હા તને...
કેટલું એ જતાવી નઈ શકું...!

મિસ કરું છું હું...
સવારનું એ પહેલું એલાર્મ અને તારો મેસેજ...

મિસ કરું છું હું...
મિસ્ડકોલ તારો, નાહી ને બાથરુમ થી નીકળતા જ...

મિસ કરું છું હું...
ઘરથી નીકળતા જ કહેવાનું આજ મળવાને...

મિસ કરું છું હું...
ઑફિસ ના કામ દરમિયાન તારા વિચારોને...

મિસ કરું છું હું...
સ્ક્રીન પર વારંવાર અથડાતા તારા નંબર ને...

મિસ કરું છું હું...
એકલતામાં એક વ્હાલ ભર્યા અવાજ ને...

મિસ કરું છું હું...
આ રંગભરી દુનિયામાં તારી સાદગી તારી નમ્રતાને...

મિસ કરું છું હું...
રાત્રીના અંધકારમાં ચાંદ સમાં ચેહરાની ચમક ને...

મિસ કરું છું હું...
હર એક ધડકને, હર એક શ્વાસે...

મિસ કરું છું હું...
હા તને...
તું કરતી હશે..! કદાચ એટલું...! કદાચ એથીય વધારે.

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

#AJ

સૂકા પર્ણો ભર્યા ભડ ભડ થાતાં અગ્નિ માંહે
ફૂંક મારી વિનાશનું કારણ તું ના થા.
બનીને લીલેરી લ્હેરખી જટિલ કોયડાનો તું ઉકેલ થા.
પારકાની મૂકી ફરિયાદ પોતાનો હિસાબી થા.
વેરઝેર ના ધૂમાડામાંથી પડતર એવો પ્રશ્ન થા.
છલકાવી દે સ્નેહ નો સાગર ફૂલ સમો ફોરમતો થા.
પથ્થર ભર્યા નગરમાં મૂકી દે ખેલ કપટના,
ભજવીને માનવતાનો વેશ શૈતાન માંથી સજજન થા.
દફનાવી દે સ્વાર્થીપણું, પ્રેમથી રિચાર્જ થા.
સ્વભાવે ધારણ કરી સાદગી લોકોમાં
તું સારો ' માણસ 'બની પ્રખ્યાત થા.

#AJ #MATRUBHARTI

વર્ષો પછી એજ વાદળી આજ ફરી દેખાઈ,
બોલને શું વાત હતી જે અમને ના કહેવાઈ !

અમેતો આમેય સમજી ગયા દર્દ તારા દિલનું,
ના કર આમ નાટક, નથી અમને કોઈ નવાઈ !

તારા ગયા પછી અમે પણ મજાક જ બન્યા,
રહ્યા એક દી ગમમાં, પછી હસતાં જ રહ્યાં !

તારી લજ્જાનું કારણ તું પોતે જ રહી હતી,
એક ડગલું ખોટું ભર્યું અને તું પછી મુરઝાઇ !

આવ્યા છો હવે તો લો આશરો આ હૃદયનો,
વફા એ શું સમજશે, જેણે કરિતી બેવફાઈ !

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી

#AJ #MATRUBHARTI

*લગ્ન... ( એ જરૂરી તો નથી... )*

કહે છે સૌ કોઇ થાય એવું જ એ જરૂરી તો નથી,
બે દિલોનો મેળ હોય ત્યાં ખુશી પારાવાર હોય,
એ જરૂરી તો નથી...

ક્યાંક કોઈની સંમતિ, તો ક્યાંક કોઈની મજબૂરી,
નક્કી કરે છે ભવિષ્ય, હવે સઘળું સુખદ જ હશે,
એ જરૂરી તો નથી...

સમજદારી, વફાદારી, જવાબદારી જોતરવી પડે,
આમજ અમસ્તું ગાડુ જીવનનું ચાલતું જ રહેશે !
એ જરૂરી તો નથી...

ક્યાંક હું ઓછો પડું તો તું સાચવજે, તું પડે તો હું !
લગ્નનગ્રંથિમાં બંધાયેલા સૌ કોઈ એકરૂપ જ હોય,
એ જરૂરી તો નથી....

સારું લખવું, સારું બતાવવું વિવાહ માટે હંમેશા,
લખેલું હોય જે પણ, હકીકતમાં પણ એ જ હોય,
એ જરૂરી તો નથી....

સૌ કોઈ કવિ છે અહીંયા, બે ત્રણ તો હશે જ દર્દમાં,
હાસ્ય ભલે લખ્યું, પણ વેદના એમણે સહી ના હોય,
એ જરૂરી તો નથી...

પ્રેમનું એ પ્રતીક છે લગ્ન, મિલનનો એક અર્થ છે લગ્ન,
સમર્પણની ભાવના હોય ત્યાં સાબિતી આપવી જ પડે,
એ જરૂરી તો નથી....

વિપરીત એક હકીકતને શબ્દોમાં લખવાની કોશિશ કરી,
કોકની વ્યાખ્યા દર્દ પણ હોય, લગ્ન એટલે સુખ જ હોય,
એ જરૂરી તો નથી...

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*