#AJ
સૂકા પર્ણો ભર્યા ભડ ભડ થાતાં અગ્નિ માંહે
ફૂંક મારી વિનાશનું કારણ તું ના થા.
બનીને લીલેરી લ્હેરખી જટિલ કોયડાનો તું ઉકેલ થા.
પારકાની મૂકી ફરિયાદ પોતાનો હિસાબી થા.
વેરઝેર ના ધૂમાડામાંથી પડતર એવો પ્રશ્ન થા.
છલકાવી દે સ્નેહ નો સાગર ફૂલ સમો ફોરમતો થા.
પથ્થર ભર્યા નગરમાં મૂકી દે ખેલ કપટના,
ભજવીને માનવતાનો વેશ શૈતાન માંથી સજજન થા.
દફનાવી દે સ્વાર્થીપણું, પ્રેમથી રિચાર્જ થા.
સ્વભાવે ધારણ કરી સાદગી લોકોમાં
તું સારો ' માણસ 'બની પ્રખ્યાત થા.