aj Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

aj Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful aj quote can lift spirits and rekindle determination. aj Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

aj bites

#AJ #MATRUBHARTI

*મહેફિલ...*

તારી મહેફિલમાં આવી તને જ બદનામ કરીશ,
દીધેલ તારા જખમના બધા ઘાવ ખુલ્લા કરીશ.

લોકો પણ તો જાણે તારી પ્રેમ કરવાની રીત ને,
આજ એજ વફાના મુખોટા ને બેનકાબ કરીશ.

જોવા છે મારે પણ આંસુ એ નિષ્ઠુર આંખોમાં,
વેદનાની વ્યાખ્યાથી પરિચિત આજ તને કરીશ.

છીનવી લઈ શબ્દો તુજથી, તને મૌન કરી દઈશ,
ના આપી શકે તું પ્રમાણ એ હદે લજ્જિત કરીશ.

કરી જે ભૂલ ! હવે ભૂલમાં પણ તું ફરી ના કરે,
નહિતર ! કટારી મારી, તારા કાળજે સમાવિશ !

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

#AJ #MATRUBHARTI

*વાત મને વફાની હવે સારી નથી લાગતી...*

આંસુ આંખોમાં તારી, વાત મને હવે એટલી ગંભીર નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !

દર્દ દિલનું તારા, જોઈ મને હવે એટલી તકલીફ તો નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને હવે વફાની સારી નથી લાગતી !

કર્યો હતો એકવાર, વિશ્વાસ ફરી કરવાની હિંમત નથી ચાલતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !

ના બતાવ આમ લાચારી, આ હૃદયને કશે હવે માયા નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !

તે જ બનાવ્યો પથ્થર, ફરી મીણ બની પિગળવાની અસર નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

#AJ #MATRUBHARTI

ટેરવા...

એ પૂનમની ઢળતી સાંજે મહેકતી મહેંદીએ, મને !
તારી આંગળીના ટેરવા મારે હાથે રંગવાનું યાદ છે.

ઉગતી સવારમાં શર્ટ ના બટન ટાંકતા સોય નું, તારા !
ટેરવે દીધેલ દર્દ મારા હોઠો ભીતર દબાવ્યા નું યાદ છે.

મઘમઘતા બાગમાં મને તારા ચહેરા પર પડતી લટ્ટ ને !
મારા આંગળીના ટેરવેથી ધીમેથી સહેલાવ્યાંનું યાદ છે.

મચક્તી રાતમાં ઝગમગતા દિવડાના પ્રકાશમાં, મને !
તારી લચકતી કમરમાં ટેરવેથી ચીમટું માર્યાનું યાદ છે.

એ પૂનમની ઢળતી સાંજે મહેકતી મહેંદીએ, મને !
તારી આંગળીના ટેરવા મારે હાથે રંગવાનું યાદ છે.

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

#AJ #MATRUBHARTI

बेचने ! अपनी तड़प, अपने दर्द को सजाकर।
सरे बाजार से कुछ खुशियां खरीदने चला हूं ।।

धूप घनी थी, प्यासा हुआ तो आंसू ही पी गया,
लाचारी को अपनी, में ऐसे ही बदलने चला हूं ।।

क्या कहकर बेचता, मुझे चिल्लाना ना आया,
लोग पूछते रहे, और में खामोशी बेचने चला हूं।।

हुई शाम सुबहकी, कुछ ना अबतक बिक पाया।
दर्द मिला जहां, में वहा पर भूख मिटाने चला हूं।।

बटोर लिया सामान, कंधे पे डाले बोज चल पड़ा,
छोड़कर जूठी उम्मीदें, ताउम्र अब सोने चला हूं।।

बेचने ! अपनी तड़प, अपने दर्द को सजाकर।
सरे बाजार से कुछ खुशियां खरीदने चला हूं ।।

मिलन लाड़. वलसाड. किल्ला पारडी।

#AJ #MATRUBHARTI

*સ્મરણ...*

સ્મરણ થયું ઘડીક એમનું ને,
આ આંખોને ભીનું થવું ગમ્યું!

રહી ઉભી યાદો આ પાંપણે,
ને મનને થોડું બહેકવું ગમ્યું !

કેમ સાચવું આમ ખુદને હવે,
તનહાઈમાં જોને તૂટવું ગમ્યું ?

કારણ હજાર હતા ભૂલવાના,
પણ, દિલને યાદ કરવું ગમ્યું !

થાય છે તકલીફ થોડી ઘણી,
પણ, આમજ હવે જીવવું ગમ્યું !

સ્મરણ થયું ઘડીક એમનું ને,
આ આંખોને ભીનું થવું ગમ્યું!

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી,*

#AJ #MATRUBHARTI

खफा हूं में इसकदर ए जिंदगी तुझसे,
तू हे तो भी क्या ! तू नहीं तो भी क्या !

हा हसता रहता हूं आजकल अकेले में,
पागल नहीं हूं ! चल रो दू तो भी क्या !

बेशक फर्क नहीं पड़ता अब जमानेसे,
पत्थर नहीं हूं, पर बन जाऊ तो भी क्या !

नासूर बन चुका है दर्द मेरे जख्म का !
खुरेद लो ! अब भर ना पाऊं तो भी क्या !

आदत हो गई हैं मुझे ऐसे तन्हा जीनेंकी,
तू हे तो भी क्या ! तू नहीं तो भी क्या !

मिलन लाड. वलसाड, किल्ला पारडी।

#AJ #MATRUBHARTI

સબક અચ્છા મિલા, કુછ નયા શીખને મિલા,
દો કદમ પીછે ક્યા હુએ, અંધેરા ઘના મિલા !

ના ડર રહા, ના ફિક્ર રહી કોઈ બાત કી અબ,
જીતના ભી મિલા તજૂર્બા જબરદસ્ત મિલા !

પઢ લેતા હું આંખે, બસ દેખતે હી એક નજર,
જહાંમે ફીર ભી વફા કા આશિયાના ના મિલા !

ક્યું ? ક્યું રખું બેફિઝુલ ઉમિદે, અબ મે ઉન્સે,
જીનસે પ્યાર કી ચાહ મે ફરેબ બેસુમાર મિલા !

સબક અચ્છા મિલા, કુછ નયા શીખને મિલા,
દર્દ હુઆ ! પર દર્દ સે મેરા રિશ્તા પુરાના મિલા !

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.