#AJ #MATRUBHARTI
મિસ કરું છું હું...!
મિસ કરું છું હું....
હા તને...
કેટલું એ જતાવી નઈ શકું...!
મિસ કરું છું હું...
સવારનું એ પહેલું એલાર્મ અને તારો મેસેજ...
મિસ કરું છું હું...
મિસ્ડકોલ તારો, નાહી ને બાથરુમ થી નીકળતા જ...
મિસ કરું છું હું...
ઘરથી નીકળતા જ કહેવાનું આજ મળવાને...
મિસ કરું છું હું...
ઑફિસ ના કામ દરમિયાન તારા વિચારોને...
મિસ કરું છું હું...
સ્ક્રીન પર વારંવાર અથડાતા તારા નંબર ને...
મિસ કરું છું હું...
એકલતામાં એક વ્હાલ ભર્યા અવાજ ને...
મિસ કરું છું હું...
આ રંગભરી દુનિયામાં તારી સાદગી તારી નમ્રતાને...
મિસ કરું છું હું...
રાત્રીના અંધકારમાં ચાંદ સમાં ચેહરાની ચમક ને...
મિસ કરું છું હું...
હર એક ધડકને, હર એક શ્વાસે...
મિસ કરું છું હું...
હા તને...
તું કરતી હશે..! કદાચ એટલું...! કદાચ એથીય વધારે.
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*