Corona Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Corona Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Corona quote can lift spirits and rekindle determination. Corona Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Corona bites

ઘરની બ્હાર નીકળવામાં બહુ જોખમ છે;
મળવું છે પણ મળવામાં બહુ જોખમ છે.

થોડા દાડા અભણ રહો તો શું વાંધો છે?
ગણિત સ્પર્શનું ભણવામાં બહુ જોખમ છે.

એટલે જ સૌ તળાવ થઈને બેસી ર્યા છે,
નદી જેમ ખળખળવામાં બહુ જોખમ છે.

ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી ગ્રહણ લાગશે,
સૂરજ થઈ ઝળહળવામાં બહુ જોખમ છે.

~ અનિલ ચાવડા

#aboutcorona #coronavirus #corona #virus #poem #shayari #shayar #anilchavda #gazals #literature #gujarati #kavianilchavda

આવો પણ આવશે સમય નહોતી ખબર,
માણસને માણસનો જ ડર લાગશે નહોતી ખબર !!

#Corona
#stayhome

#corona #effect #stay home #stay safe☺️👍

इंडिया की सड़कों पे खौफ है Corona का,

वर्ना घर पे रहना सोख नहीं लोगों का.

#Corona
#stayhome
#Staysafe

*સમજી લે માનવ*

આઝાદી ની કિંમત શું હોય,
તુ એ સમજી લે માનવ.

પીંજરે પુરાવવાની વેદના શું હોય,
તુ એ સમજી લે માનવ.

21 દિવસ ની સેકંડો કેટલી હોય,
તુ એ ગણી લે માનવ.

કુદરતની કયામત શું હોય,
તુ એ સમજી લે માનવ.

આપણું જ ઘર એક પિંજરુ લાગતું હોય,
તો એ પીંજરે પુરાયેલા ની વેદના સમજી લે માનવ.

થોડો થંભી જા, જરા બેસી જા, હજીએ સમય છે સમજી લે માનવ,
આતો માત્ર એક જાપટું છે, કહેર વરશે એ પેલા સમજી લે માનવ

બે હાથ જોડી આ 'હીર' સમજાવે,
હજીએ સમય છે સમજી લે માનવ.

#Corona
#Perfect

#કોરોના ... #corona

ઘર માં ને ઘર માં રઉં
તો કોરોના ને ગુડ બાય કઉં

હાથ મારા વારે વારે ધોઉં
તો કોરોના ને ભાગતા જોઉં

બાર નું ખાવાનું છોડી દઉં
તો કોરોના ને સળગતા જોઉં

માસ્ક પેરી senitiezr થી હાથ ધોઉં
તો કોરોના ના પ્રવેશ ને અટકાઉં

ભીડભાડ વળી જગ્યાએ ના જાઉં
તો કોરોના ની ઘૂસણખોરી અટકાઉં

Stay at home 🙏

કર્મનો એકાદ જુનો સિધ્ધાંત
લાગુ પડાયો છે.
પશુ પંખી આઝાદ ને
માણસ પાંજરે પુરાયો છે..
#Corona