Quotes by Anil Chavda in Bitesapp read free

Anil Chavda

Anil Chavda Matrubharti Verified

@matrubharti99
(1.2k)

AHMEDABAD INTERNATIONAL LITERATURE FESTIVAL અને NAVBHARAT SAHITYA MANDIR યોજી રહ્યું છે અનિલ ચાવડાની આવનાર નવલકથા નિમિત્તે એક ખાસ કોન્ટેસ્ટ....

દરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે.

તમારા હૃદયની હાર્ડ ડિસ્કમાં પણ આવા અનેક પ્રસંગો સંગ્રહાયા હશે, જેમાં ભરપૂર આનંદ હશે, તો ક્યાંક આંખ ભીની કરી નાખતી ઉદાસી પણ હશે.

આ કોન્ટેસ્ટ તમારા આવા પ્રસંગોને વાચા આપવા માટે જ છે. તો ઉઠાવો કલમ અને લખો તમારા સ્કૂલ કે હૉસ્ટેલ સમયના યાદગાર પ્રસંગો, અને anilchavda2010@gmail.com પર 27 February 2021 સુધીમાં લખી મોકલો. સાથે સાથે આ પ્રસંગને તમારા ફેસબુક, ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા પરથી Anil Chavdaને ટેગ કરી #Reindeers #AnilChavda એવાં બે હેશટેગ સાથે શેર કરો.

શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને અમદાવાદમાં યોજાઈ રહેલા AHMEDABAD INTERNATIONAL LITERATURE FESTIVALનું સ્પેશ્યલ ઇન્વિટેશન, લેખકના ઓટોગ્રાફવાળી નવલકથાની કોપી અને ફાઇવસ્ટાર હોટલમાં લેખક સાથે લંચ કરવાની અદ્ભુત તક...

Event by Ahmedabad International Literature Festival

Book Published by
Navbharat Sahitya Mandir

Read More

Happy Diwali 🪔

Anil Chavda

Anil Chavda

Anil Chavda

Anil Chavda

વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો;
ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી.

~ અનિલ ચાવડા

Read More

આજે રાતે 9 વાગ્યે
કવિતાની મહેફિલ...

www.facebook.com/gazalsk3k/live

પર અચૂક સાંભળો...

નવી ગઝલ

મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું.
મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું.

બ્હાર ટંકાવ્યાં હતાં એ ક્યારનાં તૂટી ગયાં,
બસ ટક્યું એક જ બટન, જે માએ ટાંકેલું હતું.

કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો,
આમ તો એ બેઉએ કુરાન વાંચેલું હતું.

માત્ર ઝભ્ભો હોત તો પ્હેરત નહીં ક્યારેય હું,
ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું.

ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે;
જે તમે જોયું હતું એ દૃશ્ય માંજેલું હતું.

જે જગા પર દબદબો રહેતો હતો તલવારનો,
ત્યાં હવે બસ જર્જરિત એક મ્યાન ટાંગેલું હતું.

શ્વાસ સરખા થાય ત્યાં લગ રાહ જોવાની હતી;
મારી પાસે પ્હોંચ્યું તું એ સત્ય હાંફેલું હતું!

~ અનિલ ચાવડા

#anilchavda #shayar #shayari #kavita #poet #poetry #gujarati #literature #kavianilchavda

Read More