The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
एक नई सोच की शरूआत हो शादी की रस्म मे बदलाव हो बेटी की बिदाई की जगह, बेटे की बिदाई हो। संसार मे सुख की कमी नहीं, आंखों मे किसी की नमी नहीं, वृद्धाश्रम की जरूरत नहीं।
પડે છે સંતાકુકડી ની રમત જીંદગીભર ચાલુ રહે છે, પહેલા પોતે છુપાતા હવે મનમાં છુપાવવું પડે છે. અંધકાર દૂર નથી થતો માત્ર સૂરજ ઉગવાથી, ઊજવાશ મળે તે માટે આંખો ખોલવી પડે છે. જિંદગીની બંધ બાજી ને જીતવા માટે, એક પછી એક પાના ખોલવા પડે છે. હાસ્યની છોળો ને આઝાદી આપવી હોય તો, આંસુઓને કેદખાનામાં પૂરી રાખવા પડે છે. ફુલાઈ ગયા બારણા જરા અમથા વરસાદમાં, એક મેકને મળવા છોલાવુ પડે છે. બહુ જ સારા વ્યક્તિ હતા, એટલું સાંભળવા મરવું પડે છે. ઉર્વશી એચ ત્રિવેદી
સમજાય છે જિંદગીને દોડાવ્યે રાખી અલ્પવિરામ સાથે, શાંતિ ને સંતોષ પૂર્ણવિરામ છે અંતે સમજાય છે. કિંમત -સમય, તબિયત અને સંબંધની, સરકી જાય પછી જ સમજાય છે. વરસાદમાં તો બધું લીલું જ દેખાય છે, સબંધોની ખરી પરખ પાનખરમાં સમજાય છે. લઘુકોણ ગુરુકોણ ષટકોણ ત્રિકોણ બધું ભણ્યા, આપણું કોણ તે સમયે જ સમજાય છે. ખિલવા અને ખરવાની વચ્ચે મહેકતા રહે, તે જ સુવાસ ફેલાવી શકે તે સમજાય છે. જવાબદારી અને જરૂરિયાત વચ્ચે સ્વપ્ન સંતોષે, તે જિંદગી ની ક્ષણો માણી શકે તે સમજાય છે. મિત્ર ચિત્ર અને ચરિત્ર પોતે જ પોતાનો પરિચય છે, પારખા તેના ન કરવાના હોય તે સમજાય છે. જીવનની ગોઠણમાં જિંદગી ડૂબેલી રહે છે, તેથી અસ્થિ નદીમાં પધરાવાય છે તે સમજાય છે. ઉર્વશી એચ ત્રિવેદી
જાય છે ફેકેલા શબ્દોની શાહી ના છંટકાવથી, પ્રેમથી લખાયેલા શબ્દો ખરડાઈ જાય છે. વાતને ભૂલી જઈએ તો હાથ પકડાયેલો રહે છે, વાતને પકડી રાખીએ તો હાથ છૂટી જાય છે. ખુલ્લી આંખે વંચાતા પુસ્તક ના પાત્રો, મનને સ્વપ્ન સૃષ્ટિમાં લઈ જાય છે. જિંદગી સાવ સીધી અને સરળ હોય છે, જીવવાની રીત જ તેને અઘરી બનાવી જાય છે. વિશ્વાસના હોઠોથી ફળ ચાખીએ તો, મીઠાશ આપોઆપ ભળી જાય છે. સબંધ અને સંપત્તિ મુઠ્ઠી માં રાખીએ તો રેતી છે, વાવતા રહીએ તો હરિયાળી ખેતી બની જાય છે. વર્તન અને શરીરનું અદ્રશ્ય અંગ છે, તેના થકી ચારિત્રય પરખાઈ જાય છે. લાગણી એ આંસુઓથી બંધાયેલું વાદળ છે, મળે તો વરસે ને ન મળે તો પણ વરસી જાય છે. ઉર્વશી એચ ત્રિવેદી
હોય છે ઢળતી ઉંમરનો રંજ ન રખાય મનમાં, સંધ્યાકાળ પછી જ ડાયરો જામતો હોય છે. કરેલા કર્મોનું નિશ્ચિત કારણ ન મળે, ત્યારે નસીબ શબ્દ નું નિર્માણ થતું હોય છે. સાચા ખોટાની પરખ આત્માને હોય છે, મન તો લાભ મળે ત્યાં ઢળી જતું હોય છે. જીવનની ક્ષણો ને માણી લઈએ તો જિંદગી બની જાય, ખોઈ બેસીએ તો યાદ બની રહી જતી હોય છે. ઉપરવાળાને નીચે ગોતતા ફરીએ છીએ, મનની અંદર જ તેનો વસવાટ હોય છે. સવાર અજવાળાની આશા માં દોડાવતી હોય છે, સાંજ રોજ ઘર સુધી મૂકી જતી હોય છે. ઉકળતું પાણી છલકાતું નથી વરાળ બની જતું હોય છે, મૌન મનમાં જ વરાળ બની આંખોમાં ઓગળી જતું હોય છે. ઉર્વશી એચ ત્રિવેદી
જાય છે જિંદગીના પાઠ અનુક્રમણિકા પ્રમાણે નથી બદલાતા, ચાલ પ્રમાણે પાઠ બદલાતા જાય છે. જીવનપથ પર દિશાઓ સાચી મળે તો, દિવો પણ સુરજ નું કામ કરી જાય છે. નફરતનો દરિયો કદાચ હસીને પાર થઈ શકે છે, લાગણીનું ખાબોચિયું ક્યારેક ડુબાળતુ જાય છે. ખોવાનો ડર અને પામવાની આશા જ, હંમેશા દુઃખની ગર્તમાં ધકેલાતી જાય છે. બગડેલી ઘડિયાળ સમી થઇ પાછો સમય દેખાડે છે, પણ બગડેલો સમય હાથમાંથી સરી જાય છે. ઈશ્વરનો ન્યાય અદ્રશ્ય છે, પણ કર્મ પ્રમાણે અરીસો દેખાડી જાય છે ભાડાનું ઘર ગમે તેટલું સજાવીએ, અંતે તો અળગું થઈ જ જાય છે. ઉર્વશી એચ ત્રિવેદી
રહે છે પાણીના સિંચનથી વૃક્ષ નાને થી મોટું થાય છે, તેથી જ તો લાકડું ડૂબતું નથી તરતું રહે છે. આભને ચાળી શકવાની ક્ષમતા હોય તો, તારલા ઓ આંગણામાં જ મળી રહે છે. જિંદગીને વાંસળી માફક બનાવી શકીએ તો, ગમે તેટલા છેદ હોય, અવાજ મધુર જ રહે છે. ભીની આંખો દિલ પાસે ફરિયાદ કરે તો શું થાય? સપના જોયા હોય, તેના ભાગે રડવાનું રહે છે. કોઈનો શોર શાંત બેઠો રહ્યો છે તો, કોઈની ખામોશી બૂમો પાડી રહી છે. જિંદગી સમય પાસે હિસાબ માંગી રહી છે, ગીરવે મુકેલા બાળપણને ઉધાર માંગી રહી છે. હવાની લહેરખી તો તડકામાં પણ હોય છે, પણ ટાઢક તો છાંયડામાં જ મળી રહે છે. માણસો મૃગ જેવા મળી રહેતો, જિંદગી રણ સમાન બની રહે છે. ઈચ્છા અને ક્ષમતા વચ્ચે અંતર વધવા લાગે તો, પોતાની અપેક્ષાને સીમિત રાખવાની રહે છે. ઉર્વશી એચ ત્રિવેદી
જાય રણ બની ગયેલી આંખોમાં વાદળ ઘેરાઇ તો, અશ્રુઓ નો ધોધ વહેતા પહેલા જ વરાળ બની જાય. બાળપણ અને યુવાની વચ્ચેના ઉંબરામાં જિંદગી ક્યારેક બદલાઈ જાય, ભોમિયા ભટકી જાય ને રખડું ને મંજિલ મળી જાય. ઇચ્છાના કબૂતરને પાળીને પિંજરે પુરી રાખીએ તો, તપતા સમયમાં અંદર જ બળીને રાખ થઈ જાય. વાણીને કાતર નહીં કોમળ બનાવીએ, લાંબો દોરો ને લાંબી જીભ હંમેશા ગૂંચવાઈ જાય. જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય આપોઆપ મળી જાય, જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તો આપોઆપ મળી જાય. અભિમાન તો દરિયા એ પણ ન રખાય, તેલનું ટીપું પણ તરતું તરતું નીકળી જાય. વખાણના પુલ નીચેથી મતલબી નદી નીકળતી હોય, એમાં તરનારા આખરે ડૂબી જ જાય. જીવન વહેતા પાણી ની જેમ વહેતું રખાય, કચરો આપોઆપ કિનારે નીકળતો જાય. હીંચકો જેટલો પાછળ જાય તેટલો જ આગળ આવે, જીંદગી છે, આ તો સુખ અને દુખ આવે ને જાય. ઉર્વશી એચ ત્રિવેદી
હોય આકાશ ભલે ગમે તેટલું મોટું હોય, આંખોથી દેખાય તેટલું જ આપણું હોય. 'ઘા' અને 'વાહ' વચ્ચેથી નીકળી જાય, તે જિંદગીના રંગમંચ નો શ્રેષ્ઠ કલાકાર હોય. જે હથેળીથી દીવાને હવાથી બચાવીએ, તેજ હથેળીમાં દીવાની દાઝ પડતી હોય. સપના ભલે સૂકા હોય પણ, પાણી તો રોજ તાજું જ છાંટવાનું હોય. ચોર ત્યારે આવે જ્યારે માળા સોનાની હોય, માખણચોર ત્યારે આવે જ્યારે માળા તુલસીની હોય. કણ કણમાં કૃષ્ણ મળે જો દિવાની રાધા હોય, રણ રણ માં કૃષ્ણ મળે જો યોદ્ધા અર્જુન હોય. મનુષ્ય હોય કે લોખંડ હોય, તેને કાટ તેની જ હવા થી લાગતો હોય. ગાડુ ક્યારેક સીધું કે ક્યારેક આડુ ચાલે, જેના નસીબમાં પાકા રસ્તા જ ન હોય. બીજાનુ પાણી ત્યારે જ માપવુ, જ્યારે પોતાને તરતા આવડતું હોય. સમય તમને સમય આપી શકે, એટલો સમય પાસે સમય ન હોય. ઉર્વશી એચ ત્રિવેદી
ક્યારેય જોયા છે? આકાશને આંબવું હોય તો જમીનમાં ઉતરવું પડે, કુંડામાં વટવૃક્ષ ને વધતા ક્યારેય જોયા છે? આગ લગાડવા વાળા ખૂબ જ સસ્તામાં મળે, દિવાસળી ની કિંમતમાં વધારો ક્યારેય જોયો છે? રંગીન દુનિયાના જુદા જુદા રંગોમાં રંગાવુ પડે, રંગો વગરની રંગોળી ક્યારેય જોય છે? અનાજના કણ ને આનંદની ક્ષણ ને બરબાદ ન કરાય, ભૂખ્યા બાળકને હસતા ક્યારેય જોયા છે? એકમુખી રુદ્રાક્ષ હોય કે માનવજાત, આસાનીથી મળતા ક્યારેય જોયા છે? જિંદગીભર સત્ય ને આધીન રહેવું અશક્ય છે પણ, અરીસા ને આત્મામાં અસત્યના બોલ ક્યારેય જોયા છે? નમી ગયેલા વૃક્ષની નીચે જ છાંયો મળે, આસોપાલવની નીચે છાયા ક્યારેય જોયા છે? કપડાં, વાસણ, પૈસા ,દરદાગીના, ઉછીના મળે, શ્વાસને ઉછીના મળતા ક્યારેય જોયા છે? ઉર્વશી એચ ત્રિવેદી
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser