હતી ઘણી વીરાની, મન કેરા રણમાં.!
બૂંદ માટે ભટક્યું મન, મૃગજળ કેરા વનમાં..
તૃષા વધી રહી હતી જળની કેમ રણમાં.?
સમજ્યા વિના દોટ મૂકી, મૃગજળ કેરા વનમાં..
હશે ચોક્કસ ચાલાકી કુદરતની પણ રણમાં.,
અમસ્તી નથી છેતરાતી, નજર મૃગજળ કેરા વનમાં.!
હાથતાળી દઇ, સમય સરકી ગયો રેતીના રણમાં.!
મોડી કિંમત સમજાય, મૃગજળ કેરા વનમાં.!
ઓછા રહ્યા શ્વાસ, હવે જિંદગી ના રણમાં.!
જાણી ખુદમાં માયા પરોવી, મેં મૃગજળ કેરા વનમાં..
દર્શના(રાધે રાધે)
#ચાલાકી