#ચાલાકી
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
ઘણા દુઃખ મન માં ભરી
ચહેરા પર મીઠી મુસ્કાન સાથે
"હા હું મજામાં છું" કહી
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
સફળતા ની ઝંખના માં
ક્યારેક કરાયેલા ખોટા કામ
"સારા કામ માટે થતું ખોટું કામ ખોટું ન કહેવાય " કહી
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
કોઈક ની ચાહત માં ઘેલા બની
દિલ તૂટવા નો ગમ સહેતા
"ફરી ક્યારેય પ્રેમ નહિ કરું" કહી
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
સારા કામે ઈશ્વર ને વિસરી
ખોટું થતા ઈશ્વર ને દોષ આપી
"મારી સાથે જ કેમ બધું ખરાબ?!" કહી
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
-પર્લ મહેતા