ઘર પરિવારની શાંતિ, અને પ્રગતિ માટે, સૌથી પહેલો, અને સહેલો અસરકારક ઉપાય એ છે કે,
ઘરના સભ્યોની સંખ્યા બે હોય, ત્રણ હોય, ચાર હોય કે પછી એનાથી વધારે હોય.
દરેક સભ્ય એક વાતનું સંપૂર્ણ ધ્યાન રાખે કે,
એમણે એવી કોઈ જ ઈચ્છા ન રાખવી, એવું કોઈ જ સપનું ન જોવું, કે પછી એવું કોઈ કામ ન કરવું,
જે ઘરના બાકીના સભ્યો માટે ચિંતાનો વિષય બની જાય, કે પછી ઘરનું વાતાવરણ તંગ બની જાય, અને જતા દિવસે આપણા ઘરની સામે કોઈ આંગળી ઉઠાવે, કે પછી આડીઅવળી વાતો કરે.
કારણ કે, મારા, તમારા કે પછી કોઈપણ વ્યક્તિના ઘરની શાંતિ,
ત્યાં સુધી જ જળવાઈ રહે છે,
કે જ્યાં સુધી, ઘરના તમામ સભ્યો, એકબીજાના માટે ચિંતા કરતા હોય, નહીં કે ઘરના કોઈ સભ્યને લીધે બાકીના સભ્યો ચિંતામાં રહે, કે રહેતા હોય.