Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.9k)

નવરાત્રિ દિવાળી હોળી અને મકર સંક્રાંતિ
આપણા બધાજ તહેવાર
અલગ અલગ રંગોથી શોભે છે,
પછી તે કપડા હોય, લાઈટ હોય, ફટાકડા હોય,
કે પછી પતંગ હોય,
કહેવાનું તાત્પર્ય એટલું જ કે,
આપણે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે પણ
આપણું જીવન દીપી ઊઠે
એ રીતે જીવતા શીખી લઈશું,
તો આપણું જીવન પણ
એક તહેવાર જેવું બની રહેશે.
- Shailesh Joshi

Read More

અમુક અપવાદને બાદ કરતાં
ભણતર પૂરું થયા બાદ સંતાન બપોરનું ભોજન ટીફીનમાંથી ખાતું થાય,
આગળ જતાં એનું જીવન સુખમય થાય.
સમજાય એને વંદન
ના સમજાય એને વિનંતી મારા ભાઈ 🙏
- Shailesh Joshi

Read More

મા-બાપના આશીર્વાદ
અને
એમની ખુશીથી મોટી સફળતા પુરી સૃષ્ટિમાં
બીજી કોઈ ના હોઈ શકે.
- Shailesh Joshi

દરેક સંતાનોએ યાદ રાખવા જેવી એક વાત,
આપણી સફળતાની શરૂઆત એ
આપણા માતા-પિતાની સફળતાની ટોચ હોય છે.
- Shailesh Joshi

એ સપનાઓને સફળતા નથી મળતી,
જે નિરાંતે સૂવા ના દે
પરંતુ સપનાઓ તો એ સફળ થાય છે
કે જે મોડે મોડે સુધી ઊંઘ ન આવવા દે
- Shailesh Joshi

Read More

આપણા જીવનમાં કંઈ પણ સારું થાય,
તો ની:સંકોચ એનું કારણ ઈશ્વર જ હોય છે,
અને કંઈ ખરાબ થાય, તો ભલે જાણે અજાણે
પરંતુ એનું કારણ તો આપણે પોતે જ હોઈએ છીએ.
- Shailesh Joshi

Read More

આપણા સમગ્ર જીવન દરમિયાન આવતા
ચડાવ ઉતાર અને એની સારી કે ખરાબ અસરો
એ મહદઅંશે
આપણા વિચારોને આભારી હોય છે.
- Shailesh Joshi

Read More

જીવનમાં
સુખ શાંતિ અને સંતોષની "પૂર્ણતા"
ત્યારે સંભવ બને,
કે જ્યારે આપણા
વિચારોમાં હોય
"પૂર્ણ શુધ્ધતા"
- Shailesh Joshi

Read More

તારા કરતા હું આગળની
લાગી છે જાણે સ્પર્ધા
બસ આજ કારણે અંદરથી ને બહારથી પણ
થઈ રહ્યા છે સૌ
અડધા અડધા

- Shailesh Joshi

Read More

દેખાડો :- મને અપનાવી લે,
બાકી મારા વગર તો તારી સામે કોઈ નહીં જુએ
વાસ્તવિકતા :- તને તો જેટલા લોકો અપનાવે છે એ,
અંતે તો રૂએ ( રોવે ) છે, પરંતુ
જે જે લોકો મને અપનાવે છે, એની સામે માણસ ભલે જુએ કે ના જુવે, પરંતુ
ભલે મોડે મોડેથી, પણ કુદરત, સમય અને
સ્વયંમ ઈશ્વર તો જુએ જ છે.
- Shailesh Joshi

Read More