સાદગી ની રાજકન્યા ‘રૂપલ’
તેર દિવસો આ ગણું તો તેર વર્ષો લાગે છે,
રૂપ તારું જોઉં તો ભક્તિનો લહરો લાગે છે.
ચંચળ ભલે હો સ્વભાવે, મન તારું છે પવિત્ર,
મંદિરેથી આવતું કોઈ ધન્ય પર્વ લાગે છે.
સાદગી તારી જ તારા દેહની શોભા બની,
સામાન્ય વસ્ત્રોમાં પણ તું રાજકન્યા લાગે છે.
રસોઈની એ વાત છોડો, સ્મિત તારું છે મધુર,
તું મળે જો રાહમાં, આખું જગત મારું લાગે છે.
શ્રીમંતાઈ છે તારા ઉંબરે, પણ તું સાવ નિખાલસ છે,
તારા મનની અમીરાતમાં, ઘર અમારું લાગે છે.
હળીમળી જવાની રીત તારી, જીતી લે છે સૌના મન,
વાત કરવાની પદ્ધતિમાં, સ્નેહ અનોખો લાગે છે.
મૌન તારું કોરી ખાય, પૂછું છું હું ખુદને પણ,
કેમ આ આતુર મનને તારો જવાબ વહાલો લાગે છે?
જવાબ તારો જે હશે, મંજૂર હશે આ દિલને પણ,
મેં મારી જિંદગીની ખુશી, તારા નામે તોળી દીધી.