વિષય: "મનુષ્યનું જીવન એટલે સત્ય લાગણી વિશ્વાસ શ્રદ્ધા અને હુંફ"
શિર્ષક:"જીવનનો સરવાળો"
પ્રકાર: અછાંદસ કાવ્ય
શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે,
જે વહે છે એનું નામ 'જીવન'.
પણ, એ માત્ર ધબકારાનો હિસાબ નથી,
એ તો છે...
ક્યારેક અણગમતું પણ સ્વીકારવું પડે,
એ અરીસા જેવું ચોખ્ખું સત્ય.
કોઈ અપેક્ષા વગર જ વરસી પડે,
એ ભીનાશ એટલે પ્રેમ.
સામેની વ્યક્તિના મૌનને પણ સાંભળી લે,
એ હૃદયના તારની કોમળ લાગણી.
કાચના ટુકડા જેવો નાજુક,
પણ પર્વત જેવો અડગ એવો વિશ્વાસ.
જ્યારે રસ્તાઓ બંધ જણાય,
ત્યારે અંધારામાં દેખાતો દીવો એટલે શ્રદ્ધા.
અને આ બધાની વચ્ચે,
જ્યારે થાકીને લોથપોથ થઈએ,
ત્યારે કોઈના ખભા પર મળતી પેલી માયાળુ હૂંફ.
આ છ તત્વો મળીને જ તો બને છે,
માણસ હોવાનો અર્થ.
જીવન એટલે જીવવું એટલું જ નહીં,
પણ આ ભાવોને અનુભવીને "સ્વયમ્’ભૂ" 'માણસ' બનવું!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"