Quotes by અશ્વિન રાઠોડ - સ્વયમભુ in Bitesapp read free

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

@ashwinrathod6053


વિષય: માનવ જીવનની સંઘર્ષ ગાથા
શિર્ષક:કેડી

આ માનવ જીવન, એક અટપટી કેડી,
ડગલે ને પગલે સંઘર્ષની વાતો ની કેડી.

જન્મે ત્યારથી શરૂ થાય યાત્રાની કેડી,
સપનાં આંજીને શોધે એક સુખની કેડી.

યુવાનીમાં જોશ, લક્ષ્યની શોધ સદા કેડી,
પડકારો સામે ઝઝૂમવાની મથામણની કેડી.

સંબંધોના તાણાવાણામા, મૂંઝવણના ભારની કેડી,
ભીતરનો દીપક ઝળહળે, કરે અંધકાર પાર કેડી.

પડે છે, આખડે છે, પાછો ઊભો થઈ ગોતે કેડી,
હાર માને એ તો માનવ નથી, સંઘર્ષની ગાથા જીવનની કેડી,

આ સંઘર્ષ ગાથા, વીરતાના ગાનની કેડી,
હરેક માનવી, પોતે "સ્વયમ’ભુ"એક મહાન દ્વાર ની કેડી.

અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ)

Read More

વિષય: ૨૦૨૫ સારૂ – નરસું
શિર્ષક: સારૂ – નરસું તો સિક્કાની બે બાજુ


આવ્યું હતું ૨૦૨૫, નવી આશાઓ લઈને,
કેટલાંક સપનાં સજાવ્યા, કેટલાંક પડકાર જીલીને.

​નવો દિવસ, નવી સવાર, નવી ઊર્જા તણો અહેસાસ લાવ્યું,
૨૦૨૫ અણગમતી ઘટનાઓથી, મનમાં ભાર લઈ આવ્યું.

ભૂતકાળ ભૂલી, ભવિષ્યની રાહ જોઈ, હૃદયમાં પૂર્યો નવો વિશ્વાસ,
જૂની પીડા, ને તકલીફો, યાદ કરી પાછો ભર્યો અંધવિશ્વાસ.

છતાં સંબંધોમાં મીઠાશ વધી, સ્નેહ અને સહકારની છોળ ઉડી,
તોય છતાં વધતી ઇર્ષા ના ડંખે, અશાંતિની છાપ છોડી.

પ્રગતિના પંથ પર ચાલીને, અંતે મળ્યું બધે અવરોધ,
સંઘર્ષની ઘડીઓ મા આખું વર્ષ રહ્યું પ્રતિરોધ.

તંદુરસ્તી રહી સચવાયેલી, ખુશીઓ રહી સદાયે સાથ,
નવા સન્માન, નવી સફળતા, હર પળમાં ઉત્સવનો રહ્યો હાથ.

આપણી ઈચ્છા વિના પણ, સમયનું ચક્ર ફરતું રહ્યું,
સારું-નરસું બેઉ હોય, જીવનની ગતિ એ જ છે તે ૨૦૨૫ કેતુ રહ્યું.

​સારૂં-નરસું તો સિક્કાની બે બાજુ, તે સ્વીકારીને આગળ વધતું રહ્યું,
વર્ષને વધાવીને, "સ્વયમ'ભુ" શરીર ક્ષણને જીવતું રહ્યું.

અશ્વિન રાઠોડ (સ્વયમ'ભુ)




Read More

ચેહરાની પરિભાષા
ક્યાંક અંકિત છે રેખા કોઈ, ક્યાંક છલકાય ભાવ,
ક્યાંક હાસ્યની સરિતા વહે છે, ક્યાંક ઊંડો ઘાવ.
આમ જોઈએ તો ફક્ત છે, માંસ-રક્તનું આવરણ,
પણ અંદર છે છુપાયેલું, અનેક લાગણીનું આવરણ.

​ચહેરાની આંખોમાં ક્યારેક છલકે છે સપનાઓ
ક્યારેક એ જ આંખો ભીની કરે, પીડાથી બધી સપનાઓ.
હોઠ ક્યારેક મૌન હોય છે, ને ક્યારેક ગીત ગાય,
હર પળ એક નવી વાત કહે છે, પળે ગીત મજાનું ગાય.

​નાક, કાન ને કપાળની છે સુંદર રચના,
પણ દરેક વળાંકમાં છુપાઈ છે, જીવનની સંરચના.
ભલે બદલાય ઉંમર સાથે, રંગ રૂપ ને આકાર,
પણ ઓળખ બનીને રહે છે સદા "સ્વયમ’ભુ” ચેહરો નિરાકાર.
- અશ્વિન રાઠોડ - ”સ્વયમ’ભુ”

Read More

આ રીત અને રિવાજ મને નહી ફાવે,
ને સંબંધો વચ્ચે તિરાડ મને નહી ફાવે.

સાફ અને સુથરી રિવાજોની રેખાઓ છે,
એ સાફ સુથરી રેખાઓમાં, ગુંચવણ મને નહીં ફાવે.

અઢળક સમાજોમાં રિવાજો ઘણા છે,
એ રિવાજોના ઉજાગરા મને નહી ફાવે.

રિવાજો તો કુટુંબોની પ્રણાલી છે,
એ પ્રણાલીથી બારૂ રહેવુ, મને નહીં ફાવે.

આમ તેમ ફાંફા મારતા પરિવારના રિવાજો અલગ છે,
સમયની સાથે ન ચાલતા, એ પરિવાર જોડે મને નહીં ફાવે.

આ સમાજ, આ દેશ, આ રાષ્ટ્ર, તેના રિવાજોથી ઓળખાય છે,
તે સમાજ, તે દેશ, તે રાષ્ટ્રને, પશ્ચિમી રિવાજોથી ઢાળવું મને નહીં ફાવે,

આ દેશની આ રાષ્ટ્રની ઉભરતી પ્રતિભાવોને આપણા રિવાજોમાં ઢાળો,
આ અલગ રાષ્ટ્રના રિવાજોમાં જીવતી, પ્રતિભાવો સાથે મને નહીં ફાવે.

આ રીત અને રિવાજ મને નહીં ફાવે,
ને સંબંધો વચ્ચે તિરાડ "સ્વયમ'ભુ"મને નહીં ફાવે.

Read More

પાવન કરોને આંગણું મારું, શ્રી ગણેશ દેવા,
પધારો ને વહેલા વહેલા, શ્રી ગણેશ દેવા.

અરજ કરે છે ભક્ત તમારો, શ્રી ગણેશ દેવા,
અરજ સુની વહેલા આવજો, શ્રી ગણેશ દેવા.

પાવન કરોને આંગણું મારું, શ્રી ગણેશ દેવા,
રિદ્ધિ સિદ્ધિ સહિત પધારો, શ્રી ગણેશ દેવા.

ફૂલોથી આંગણું સજાવ્યું, શ્રી ગણેશ દેવા,
હાર તોલાથી સ્વાગત કરુ, શ્રી ગણેશ દેવા.

પાવન કરોને આંગણું મારુ, શ્રી ગણેશ દેવા,
શુભ લાભને સાથે લાવો, શ્રી ગણેશ દેવા.

મોદક તણા લાડુ જમાડું, શ્રી ગણેશ દેવા,
દૂધપાક તણો થાળ ધરું, શ્રી ગણેશ દેવા.

પાવન કરોને આંગણું મારુ, શ્રી ગણેશ દેવા,
ધન્ય ધન્ય ભાગ્ય થાજો, શ્રી ગણેશ દેવા.

મુશક પર સવારી તમારી, શ્રી ગણેશ દેવા,
"સ્વયમ'ભુ"કરું સેવા તમારી, શ્રી ગણેશ દેવા.

પાવન કરોને આંગણું મારુ, શ્રી ગણેશ દેવા,
પધારોને વહેલા વહેલા, શ્રી ગણેશ દેવા.

Read More

"દોસ્ત"
ખુબજ વ્યસ્ત જિંદગી માં,એક દોસ્ત ખાસ હોવો જોઈએ.!
ભલે ના હોય કોઈ પાસ જિંદગીમાં,
પણ જિંદગીમાંં દોસ્ત અલમસ્ત હોવો જોઈએ.!
*ઊગતા પરોહની પરોઢમાં પ્રકાશ હોવો જોઈએ,
ભલે હોય રંગ આસમાની એનો, શોખ એનો લાજવાબ હોવો જોઈએ.
ખુબજ વ્યસ્ત જિંદગી માં, એક દોસ્ત ખાસ હોવો જોઈએ..!

*જીવનના અંતે એક મજબુત ખંભો પાસ હોવો જોઈએ,
પરછાંઈની માફક એક દોસ્ત પાસ ઉભો હોવો જોઇએ.
ખુબજ વ્યસ્ત જિંદગી માં, એક દોસ્ત ખાસ હોવો જોઇએ..!
*લાંબી કેડી પર ચાલતા પેહલા એનો પગરવ પ્રથમ હોવો જોઇએ,
એક મધુર કંઠે ધીમો સ્વર કેડી કંડારતો "સ્વયમ'ભુ હોવો જોઈએ.
ખુબજ વ્યસ્ત જિંદગીમાં,એક દોસ્ત ખાસ હોવો જોઈએ..! - અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Read More

"સાંજ"
સાંજની ઢળતી સૌગાત ભરી નઝર મને ગમે છે,
આથમતા સુરજની કેસરી કિરણ મને ગમે છે.
ઢળતી સંઘ્યાએ મંદિરમાં વાગતી ઝાલર મને ગમે છે,
ને સંધ્યા થતા જ દરિયાના શાંત થતાં મોજાઓ મને ગમે છે.
સાંજની હુફાળી ટાઢકમાં વલોવાતું હૃદય મને ગમે છે,
આથમતી સાંજના સુરજનો આસમાની રંગ મને ગમે છે.
ખીલીને ચારે કોર ફેલાયેલું આ સાંજનું સ્મિત મને ગમે છે,
હૃદયના અભરખાઓને ઉજાગર કરતી આ સાંજની રીત મને ગમે છે.
ને વાટી ઘૂંટી અને પીસીને આટોપી લેવાયેલો આબેહૂબ રંગ મને ગમે છે,
ને એક રસ થઈ ને નિચોવાતી સાંજની મહેક મને ગમે છે.
સાંજને પરસ્પર જોડતો સુરજ ને આકાશ વચ્ચેનો એ નજારો મને ગમે છે,ને સાંજની કિરણો વચ્ચેથી ઉભરાતી એ ટહુકા ભરી રાત મને ગમે છે.
કે સાંજની ઢળતી સૌગાત મને ગમે છે,
ને આથમતા સૂરજની કેસરી કિરણ "સ્વયમ'ભુ "મને ગમે છે..!
- અશ્વિન રાઠોડ - સ્વયમ'ભુ

Read More

"ટહુકા"

ગોકુળ સુનું લાગે જેમ કાના વિના
રાસ અધૂરો લાગે જેમ રાધા વિના
એવી જ રીતે મારા મામા અને કાકા ના લગ્ન સુના લાગે આપ સૌ વિના,

કાનુડાની વાંસળી વાગે અને જેમ ઝબકીને રાધા જાગે,
ગોકુળની ગલીઓમાં ગુંજે જેમ ગોપીઓની કિલકારીઓ,
એમ જ ગુંજે છે મારા મામા ને કાકા ના લગ્ન ની શરણાઈઓ,

જેમ વૃંદાવનમાં રાસ રમે મારો કાનુડો
એમ જ રાસ રમે મારા ભાણેજ ને ભાલુડાઓ,
લગ્નનો રૂડો અવસર આવ્યો અમ આંગણે
ને સાથેે
ઢોલ નો ધબકાર લગ્નના ગીત લાવ્યો અમ આંગણે
તો ટહુકો કરવા તમે સૌ આવજો અમારે આંગણે


- અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Read More

*તુટેલા સપના સંધાયા ન સંધાય તો બખીયા મારો...ફાટેલા દિવસોને બખીયા ભરીને કોક તો સાંધો મારો, ટાંકા ટેભાવાળું તો તોય બાકી જ ભાયું...આંગળીના ટેરવા પર નખલું ભરાવી સોઈ દોરાની હાથ સિલાઈ મારો...ને માંથે નખની લીહોટી મારી..ઘડી પર ઘડી સીધી પાળો..ને સંબંધની દોરીને કરો સીધી, માથે ઈસ્ત્રી ફેરવીને લીટી કરો લીસી.. "સ્વયમ'ભુ" હાથ ની સિલાઈ પોતાની રાખો...ને કાતર ને પાણી આપીને સજાવેલી રાખો...🙏😊 સંબંધની આ ટુંકી સરવાણી...કોકના સોઈના કાણે ભારે હલવાણી..😊*
- અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Read More

હે નવરંગી રંગ થી શોભતો રે શોભતો રે માનો નવરંગી ગરબો,
હે ચાચર ચોકમાં આવ્યો રે આવ્યો રે માનો નવરંગી ગરબો.

હે ગરબે ઘુમતી માં ના માથે ઘુમતો રે ઘુમતો રે માનો નવરંગી ગરબો,
હે નવરંગી રંગથી શોભતો રે શોભતો રે માનો નવરંગી ગરબો.

હે નવ શક્તિ ની આરાધના કરતો રે કરતો રે માનો નવરંગી ગરબો,
હે માતાજીના ગુણલા ગાતો રે ગાતો રે માનો નવરંગી ગરબો.

હે ભક્તિ ના રંગે ચડ્યો રે ચડ્યો રે માનો નવરંગી ગરબો,
હે નવલી નોરતા ની રાતે રંગાયો રે રંગાયો રે માનો નવરંગી ગરબો.

હે નવરંગી રંગથી શોભતો રે શોભતો રે માનો નવરંગી ગરબો,
હે ચાચર ચોકમાં આવ્યો રે આવ્યો રે માનો નવરંગી ગરબો.
અશ્વિન રાઠોડ (સ્વયમ'ભુ) વનાળીયા (મોરબી)

Read More