જ્યાં મન લાગે ત્યાં તું જઈ આવ્યા કર,
જે પહેરવું હોય એ પહેર્યા કર,
આંસુ આવે તો વ્હાવ્યા કર,
પોતાની જાત સાથે થોડું હસ્યા કર,
જે પણ કામ છે એ બધું જ તું કરી શકેે છે,
એ વાત પર ગર્વ કર્યા કર,
દુનિયાની વાત ના સાંભળી,
ગમતા માણસને તું મળ્યા કર,
જ્યાં મન લાગે તું જઈ આવ્યા કર.
-@nugami