એક રાત છે વિતાવવી,
એ પણ અઢળક સ્નેહ નીતરતી.
ચારેકોર ચાંદની ને,
એમાંય આપણા બંનેની મેદની.
આંખોથી વાતો જો ના ફાવે તને તો,
હું કરું કંઈક કથની.
તું લાવ સાંભળવાનું ધૈર્ય ને,
અખૂટ ખજાનો વાતોનો હું લઇ આવુ,
ને બસ આમ જ સહેજેય,
થોડો તું રાજી ને અઢળક હું હરખાઉં.
-@nugami.