આંખમાંથી નીકળતું આંસુ જોયું
આંખના ખુણામાં આંસુ જોયું
નાનું ટીપું, હતું ભાવ ભરેલું,
ક્યાંથી આવ્યું, કોણ જાણે.
આંખના ખુણામાં જોયું નગર
સુખના કે દુઃખના એ નગર
યાદોનું વન ગૂંથાયેલું હતું
સ્મૃતિઓનું સરનામું જાણે!
લાગણીશીલ સ્વભાવના હોય
આંસુ હૃદયની વાત કહેતું હોય
હ્રદય સંવેદનાથી ભીંજાયેલું,
મૌન રહી ઘણું કહેતું જાણે.
આંખોમાં છલકતો સાગર
પોતા પ્રત્યે પ્રેમ ભાવ નગર
આશાનું કિરણ દેખાતું,
ધીરજ ધરી જીવતું જાણે.
ખુણામાં છુપાયેલું આંસુનું નગર
એક રહસ્યમય સફર, હેતની સફર
ભીતરની વાતો લઈને, જાણે કહેતું
આંસુ આવતું, હ્રદય સ્પર્શી જાણે.
- કૌશિક દવે
- Kaushik Dave