કાગળ ની નાવને
શમણાંઓનાં હલેસાં
સઘળાં અરમાનોને
તરાપામાં તરાવીએ
મોરલો ગહેકે ને
મલ્હાર સુણીએ
માટીની મહેંકમાં
તરબતર થઈએ
વરસતા વરસાદમાં
ખુદને ભીંજવીએ
સરકતી ક્ષણોને
મુઠ્ઠીમાં પકડીએ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111983256
Falguni Dost 1 year ago

વાહ.. જોરદાર

shah 1 year ago

🌈 ☔ 🌧 *"Happy mansoon..."* વેર્યાં મે બીજ અહીં છુટ્ટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા. *- મકરંદ દવે* 🌈 ☔ 🌧 ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય, હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય. *- હિતેન આનંદપરા* 🌈 ☔ 🌧 ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ; ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતા જઇએ. *- હરીન્દ્ર દવે* 🌈 ☔ 🌧 બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે; અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. *- રમેશ પારેખ* 🌈 ☔ 🌧 ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના, આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે. *-મનોજ ખંડેરિયા* 🌈 ☔ 🌧 મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, એને વરસંતા લાગે છે વાર… પણ, વરસે ત્યારે અનરાધાર… ! ઉપરથી લાગે છે કોરોધાકોર એની ભીતર ઘેરાતું આકાશ, આષાઢી અણસારો ઓળખતાં આવડે તો ચોમાસું છલકે ચોપાસ. *-તુષાર શુક્લ* 🌈☔🌧 સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ, તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે. *- આદિલ મન્સૂરી* 🌈 ☔ 🌧 તૂટી પડશે, ઓથાર છે, બારે મેઘા તૈયાર છે. હેલી આવી છે યાદની, ને શ્રાવણ અનરાધાર છે. *- દિનેશ દેસાઈ* Happy monsoon 🌧️🌧️🌈☔

Abbas khan 1 year ago

વાહ જોરદાર✍️

Niya 1 year ago

વાહ…

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now