" કેમ ખોવાઈ ગયું કોઈ "
હસતા હસતા શાંત કેમ થઈ ગયું કોઈ 
વાતો વાતો કરતા કરતા ચૂપ કેમ થઈ ગયું કોઈ
પ્રેમ અને વ્હાલ વરસાવનાર મૌન કેમ થઈ ગયું કોઈ 
શું પૂછવું એ તસ્વીર ને હવે કે એ તસ્વીર કેમ બની ગયું કોઈ   
કોઈ ના જવાથી જિંદગી માં ખાલીપો આવી જાય છે 
એ ખાલીપા માં એની યાદો આવી સમાઈ જાય છે 
રહે છે અધૂરૂપ જીવન માં કાયમ એની 
એ ક્યાં એની યાદો થી ન પુરી થાય છે 
તારા વિના ની શું લાગે આ રાત 
તારા વિના ની શું લાગે આ દિવસ 
તારા વિના નું શુનું લાગે આજે આ જીવન 
જાણે મુત્યુ જેવું બની ગયું આજે આ જીવન 
બસ, આ યાદો જ છે જેના સહારે હવે આ જીવન જીવવાનું છે 
સપના ઓ માં મળી હવે સવારે જુદા થઈ જવાનું છે 
હકીકત સ્વીકારી હિંમત થી હવે આ જીવન  જીવવાનું છે 
ભલે ભુલાઈ નહીં શકે કોઈ પણ ક્ષણે એ છતાં પણ 
દરેક ક્ષણ હવે એના વિના જ જીવવાની છે 
અઘરી કસોટી છે જિંદગી ની જે હવે આ પાર કરવાની છે 
એના વિના પણ હવે આ જિંદગી જીવવાની છે....
     હેતલ. જોષી... રાજકોટ