રક્ષા કરોને હનુમંત મહાબલિ આશરો એક તમારો.
છોડાવો માયાબંધ મહાબલિ આશરો એક તમારો.
રામસેવાના તલબગાર તમે.
છોને બનતા એકે હજાર તમે.
શક્તિ તમારી અનંત,મહાબલિ આશરો એક તમારો.
સદાય સાનુકૂળ રામ સરકાર છે.
રુંવેરુંવે જેના રામના ઉચ્ચાર છે.
સહાય કરોને તુરન્ત ,મહાબલિ આશરો એક તમારો.
રામદરશનની ચાહત છે મારે,
ક્યારે અરજ મારુતિ સ્વીકારે.
કરો કૃપા જેમ કોઈ સંત, મહાબલિ આશરો એક તમારો.
વિષયવમળથી અમને ઉગારો,
હરપળ આપો રામના વિચારો.
ઉરે ઉછળે રામભક્તિ ઉતંગ મહાબલિ આશરો એક તમારો.
અવગુણો અઢળક છે અમારા,
ભૂલોને ભગવંત આપ ઉદારા.
આપો ભક્તિ જેમાં સૌ સંમત મહાબલિ આશરો એક તમારો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.