શરણે લ્યોને હનુમત સદાયે ભક્તોના હિતકારી.
શક્તિ તમારી અનંત હનુમત ભક્તોના હિતકારી.
શરણે આવ્યો છું દીન બનીને,
પુણ્યનું ભાથું મારે કાંઈ નથીને.
સ્વીકારો શરણે તુરન્ત હનુમત ભક્તોના હિતકારી.
રામનામ છે જેના રોમેરોમમાં,
સર્વસ્વ સાપડ્યું જેને શ્રીરામમાં,
ઉગારે ભક્તોને વળી સંત હનુમત ભક્તોના હિતકારી
રામ કૃપા કરે જો હનુમાન રીઝે,
નથી તમારા જેવા કોઈ બીજે.
છોડાવો માયા કેરા તંત હનુમત ભક્તોના હિતકારી.
રામ દરશનની પૂરો અભિલાષા,
એક છે મારે બસ તમારી આશા.
ક્યારે રીઝે રામ ભગવંત હનુમત ભક્તોના હિતકારી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.