કદીએ ના વિસરાય મારાથી વૃક્ષો તમારી માયા.
વ્યાપ્ત ધરાતલે મબલખ સફળ કરી જેણે કાયા.
સહીને પ્રહારો ઋતુ તણાં આજ અડીખમ ઊભાં,
પરોપકારે જીવન જીવતાં, પ્રદૂષણના કરી સફાયા.
અંગઉપાંગ જેનાં ઉપયોગી નવજીવન બક્ષનારાં,
હરિયાળી હશે હરિની, વેદોએ ગુણ જેનાં ગાયાં.
ધરી કુઠારી કોઈ જો કાપે તોયે મૂકસેવક દેનારાં,
ભરઉનાળે લથપથ પ્રસ્વેદે દેતા શીળી જે છાયા.
આશરો વિહંગનોને રક્ષક પર્યાવરણનાં એ સોહે,
વર્ષાને સાદ પાડી બોલાવે, સંત સરખા તરુ મનાયા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.