રાહ જોઉં છું આજે પણ એ માર્ગ પર
જ્યાં સાંજે પડે તમે પાછા આવતા હતા
માર્ગ તો હજુ એ ત્યાં જ દેખાય છે
બસ, તમે જ હવે કેમ હવે માર્ગ પર પાછા દેખાતા નથી
જિંદગી ના નિર્ણયો લેવા કેમ આટલા આજે અઘરા થઈ ગયા છે
લાગે છે સલાહ આપનાર કે માર્ગદર્શન કરનાર આજે દૂર થઈ ગયા છે
જીવન પણ ન થંભાવી શકી તારા વિના
શ્વાસ પણ ન રોકી શકી તારા વિના
જવાબદારી માં એવી તે મને ગુંચવાળી કે
જીવન જીવવાનું પણ ન છોડી શકી તારા વિના
વિચારો દોડે છે મારા આજે જુદી જુદી દિશા ઓમાં
એને એક શિતિજ પર કઈ રીતે લાવું
મતો આપે છે જુદા જુદા સર્વે અહીં એના
એને હું એક નિર્ણય પર કેમ લાવું
હેતલ. જોષી... રાજકોટ