બદલાઈ નથી જતા બદલાવું પડે છે....
સમયની સાથે ઘણીવાર ઘસડાવું પડે છે....
હોય જો માપસરનું તો ક્યાં કંઈ કસોટી છે...
ક્ષમતા બહાર નું આવે ત્યાં ઝંપલાવું પડે છે...
સ્વીકાર કરી શકાય એવી ક્ષણો જીવનમાં બધી નથી હોતી...
ઘણી અણગમતી ક્ષણોને પણ સરપાવું પડે છે....
બાકી પરિવર્તન પ્રકૃતિનું અવિરત પ્રવાહિત થાય છે....
જેમાં વગર પ્રયાસે સૌને સપડાવવું પડે છે....
દર બીજી ક્ષણે પહેલાના હું ને પણ નથી મળી શકતા...
અહંકારના પહેરવેશ ને જ બિરદાવવું પડે છે...
જન્મ હોય છે ઉત્સવ જિંદગીના પડાવમાં ....
મૃત્યુને તો ઉત્સવ કર્મથી બનાવવું પડે છે....