મારા મનમંદિરે વાસ કરોને સહજાનંદ પ્રભુ.
મારા અંતરે આનંદ ભરોને સહજાનંદ પ્રભુ.
દયાનિધિ છો ઘનશ્યામપ્રભુ કરુણા કરોને,
માયાબંધનથી છોડાવોને સહજાનંદ પ્રભુ.
સ્વામીનારાયણ સદા સુખદાતા શ્રીજી છો,
સૌ હરિભકતોને મિલાવોને સહજાનંદ પ્રભુ.
કૃપા કરો કરુણાકારી કળિકાળે કુમતિ કાપી,
સન્મતિને સૌમાં પ્રસારોને સહજાનંદ પ્રભુ.
માનવતા વસે મુજ વર્તને એટલું હું તો માંગુ,
અવગુણો અમારા ભૂલોને સહજાનંદ પ્રભુ.
ઉર ઊંડાણેથી કરું સ્તુતિ સ્વામી સ્વીકારો
અક્ષરનો અધિકાર આપોને સહજાનંદ પ્રભુ.
ભાવ ભર્યો મુજ હૈયે નયને નેહ છે નીતરતો,
દાસાનુદાસને હવે સ્વીકારોને સહજાનંદ પ્રભુ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.