સવાલો એ જવાબોની ગેરહાજરી માત્ર છે...
મનમાં ચાલતા અવઢવનો ચિતાર માત્ર છે...
જવાબ તો હૃદયમાં ક્યાંક ઊંડે વર્તાતો જ હોય છે...
આતો આણધર્યું કંઇક મળે એનો વિચાર માત્ર છે....
કોઈક છે પાસે નજીકનું? જવાબ આપવા માટે...
પોતાને સાંત્વના આપવાનો વિચાર માત્ર છે...
સત્ય આમ ક્યાં ખુલ્લું કે બંધ જોવા મળે...
આતો કંઇક સ્વીકારવાનો કે તરછોડવાનો પ્રયાસ માત્ર છે...
કોઈ નથી નાસમજ પોતાના સ્વપણાની અંદર...
આતો બીજા ને સમજાવી શકવાનો અહમ માત્ર છે...