૧૦) આદિ અનાદી કાળ, અત્ર તત્ર સર્વત્ર હું છું...
જે મને અજન્મા, અનાદિ, મહાન અધિપતિ ઈશ્વરથી,
ઓળખે છે, તે સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થાય છે.
બુદ્ધિ, તત્વજ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, શમ, સુખ, દુઃખ,
ઉત્પતિ, વિનાશ, ભય અભય સર્વ ભાવ મારા થકી છે.
હું – શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતની ઉત્પતિનું કારણ છું. મારા વડે જ સર્વ જગત પ્રવૃત થાય, હું જ સર્વત્ર છું.
સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને ભજનારા જ્ઞાનીજનો છે તેમને તત્વજ્ઞાનયોગથી હું પ્રાપ્ત થઇ શકું.
વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા પણ હું છું.
અગિયાર રુદ્રોમાં શંકર હું છુંયક્ષ-રાક્ષસોમાં ધનનો સ્વામી
કુબેર હું છું,આઠ વસુઓમાં અગ્નિ, પર્વતોમાં મેરુ હું છું.
હે અર્જુન ! સૃષ્ટિનો આદિ, અંત અને મધ્ય હું છું, સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવીદ્યા-બ્રહ્મવિધા હું છું, વાદ હું છું.
હે પાર્થ ! જે પણ વિભૂતિયુક્ત, અશ્વર્યયુક્ત, શોભાયુક્ત, કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશરૂપ છે.
ધબકાર...