Quotes by ધબકાર... in Bitesapp read free

ધબકાર...

ધબકાર... Matrubharti Verified

@rohit123
(3.2k)

ના કરવાનું થાય, ના બોલવાનું બોલાય,
શાંત ને વ્યસ્ત થઈ ગમતાં રહી જવાય.

ધબકાર...

થાક લાગ્યો આ ભાડાના મકાનમાં રહી રહી ને,
કાશ પળભરમાં આ મકાન ખાલી કરાવે માલિક.

લાગણીઓ વ્યકિત માટે કે વ્યક્તિત્વ માટે?

આ સવાલ હંમેશા મને થતો રહ્યો છે. જ્યાં સુધી કોઇપણ વ્યક્તિ in line હોય ત્યાં સુધી બધુંજ સમુ અને સીધું ચાલી રહ્યું હોય. કારણ કે સામેનું પાત્ર આપણે વિચાર્યું હતું એવું છે અને એનું વ્યક્તિત્વ જ આપણને એટલે ગમ્યું હતું કે એ વ્યકિત આપણી ઈચ્છાનું હતું.

જેવું એ વ્યકિત આપણી ઈચ્છાથી પર થાય કે આપણે ધાર્યું હતું, આપણે ઇચ્છ્યું હતું એવું વર્તન ન કરે તો આપણે ધીમે ધીમે એનાથી દુર થતા હોઈએ છીએ.

કદાચ આ દૂર થવાની પ્રોસેસ લાંબી કે ટુંકી હોઇ શકે એ દરમિયાન આપણે એને અહેસાસ અપાવતા રહીએ કે હું અહીજ છું તારા સાથે જ છું પણ શું ખરેખર એવુંજ છે?

કદાચ આ પ્રક્રિયામાં આપણને બીજું કોઈ વ્યક્તિ મળી જાય તો આપણે જાણે અજાણ્યે એને વધુ Attension આપીએ છીએ ને જે જૂનું વ્યક્તિ હતું એ સાથે તો હોય પણ સંબંધ ક્યાંકને ક્યાંક હાંસિયામાં ધકેલાઈ જાય છે.

પછી એ વ્યક્તિ હોય ના હોય ફેર પડતો નથી કારણ કે એ વ્યક્તિનું વ્યક્તિત્વ હવે એ નથી જે જોઈતું હતું. એકાંત, વિચારો, દુઃખ, અસ્ત...


ધબકાર....

Read More

ફરીથી એજ આનંદનો, તહેવાર આવ્યો,
આ વર્ષનો પહેલો ઉમંગ ઉત્સાહ આવ્યો.

તું હું મળ્યા હતા એ વેળાની યાદો બનવા,
થઈ અલગ અલગ રંગનો શણગાર આવ્યો.

હાથમાં રાખી હાથ બેઠા હતા અગાશી પર,
જોતાં હતાં સ્વપ્ન, પળનો હિસાબ આવ્યો.

દાયકાઓ વીતી ગયા તોય રહ્યો એ રંગીન,
ફરીથી હર્ષ ઉલ્લાસમાં ડૂબાડવા એ આવ્યો.

ધબકાર...

Read More

લાગણીઓ પણ શબ્દોની મોહતાજ થઈ,
કદાચ સ્પર્શ એટલેજ નહિ ઈચ્છતી હોય.


ધબકાર...

કાતિલ ઠંડીની આ અલગારી સવાર છે,
તારી મારી મુલાકાતની વેળા યાદગાર છે.

ઝૂરતી મારી આગોશમાં ને કરતી ચુંબન,
સ્વપન સરીખી એ પળ જાણે શાનદાર છે.

ધબકાર તું કોઈને ના કહેતી નજર લાગશે,
લાગણીઓ ને પ્રેમ આપણો શણગાર છે.

ધબકાર...

Read More

એક ક્લિકમાંજ લાગણીઓ બદલાઈ જાય,
સ્વપ્નમાં હતું જોયું, હકીકત પણ બની જાય.

અધર પર અધર ભીડાઈ દુનિયા ભૂલી જવાય,
કમર પર હાથ સરકે ને ભીંસમાં સમાઈ જવાય.

આંખનાં પલકારે બેડ પર, બાહોમાં પડી જવાય,
ભાન ના રહે દુનિયાનું, એકમેકના બની જવાય.

ખૂલી જાય કેશ ને દેહના આવરણ પણ દૂર થાય,
એક શ્વાસમાં વિશ્વાસ, બેવ એક બની રહી જવાય.

બસ આ જ લાગણીઓ, આ જ પ્રેમ, તું અને હું,
એક ક્લિકની રાહ બાકી થાય દુનિયા ભૂલી જવાય.


ધબકાર...

Read More

ભરાયેલી આંખે, હૈયે ખાલીપો વર્તાય છે,
આમતેમ જોતી રહું મન, વિહવળ થાય છે.
આમ કેમ થયું! હું અધૂરી! સ્વપ્ન અધૂરું!
ઈશ સવાલો તારી નિયત પર મને થાય છે.


ધબકાર...

Read More

એક એક અંગ ઉપાંગની મુલાકાત મેં લીધી,
વાત જે હતી મનમાં એ રૂબરૂ મેં આમ કીધી.

પ્રણય હતો, વ્યક્ત થતો રહ્યો મારા શબ્દોમાં,
મળ્યો હું એને, સમજાવી જે વાત હતી સીધી.

કશ્મકશમાં હતી એ રૂપ જોઈ આ મારું અધીરું,
તૃપ્ત થતાં આંખ મીચી જાણે હતી મદિરા પીધી.

હોશમાં આવી હતી, સવાર પડતાજ આ રાતની,
સ્વપ્નમાં જે મળ્યું એની ઝલક આંખ મીચી લીધી.

ધબકાર...

Read More

કમાલ છે હોં તું ને તારી આ લટો,
બસ જ્યારે જુવો કરે રાખે અટકચાળા,
એક કરે મારી સાથે તોફાની મસ્તી,
બીજી કરે રાખે તારા ચહેરાનું રસપાન.

Read More