એક નાનકડી દીકરીને દાદા એ પૈસા આપ્યા. એટલે દીકરી એ પૈસા લઈને રામાયણમાં મૂકી દીધા. દાદા એ પૂછ્યું બેટા રામાયણમાં કેમ મૂક્યા પૈસા. એટલે દીકરી બોલી. દાદા મારા પૈસા ચોરી ના થઈ જાય એટલે મેં રામાયણમાં મૂક્યા છે. કારણ કે જે રામાયણ ખોલે એ ચોરી ન કરે. અને જે ચોરી કરે એ રામાયણ ખોલે નહીં. એટલે મારા પૈસા રામાયણમાં સહી સલામત રહેશે. કારણ કે જે રામાયણ ખોલીને એકવાર જુએ કે વાંચે પછી એ ચોરી ના કરી શકે. દાદા નાની એવી દીકરીની વાત સાંભળીને ખુશ થઈ ગયા.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "