જે તમને ઉદરમાં રેહવાની જગ્યા આપે છે
એને તમારા ઘર ની જરૂર નથી.
જે ભગવાન ને જન્મ દેવાની શક્તિ ધરાવે છે
એને તમારા ઉપકાર ની જરૂર નથી.
જે ખુદ શક્તિ સ્વરૂપા છે એને તમારા
સગયોગ ની જરૂર નથી.
જે પોતે ત્રિભુવન ને તારનારી છે તેને
તમારા શહારા ની જરૂર નથી.
જે અસુરોને હણનારી છે તેને
તમારી સુરક્ષાની જરૂર નથી.
જે આપ બળસાળી છે તેને
તમારા બળ ની કોઇ જરૂર નથી.
જે આખા વિશ્વ મા વિહરનારી છે
તેને તમારી વિરાસત ની કોઇ જરૂર નથી.
જે શક્તિ તમને તમારો વંશજ આપે છે
તેને નીચું દેખાડવાની કોઇ જરૂર નથી.
એતો સહનશક્તિ ની મૂર્તિ છે એટલે બધું સહન કરે છે
બાકી પુરૂષો પરેશાન કરી જાય એ વાતમાં કોઇ દમ નથી.
લી ..... સુરજબા ચૌહાણ "આર્ય "