સપનાઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી
બાળપણ ના સપના ઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી
સપના ઓ ભરી જીંદગી ના સપના ઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી
ઉંમર આવી ઉમંગ અને ઉત્સાહ ભરી જીંદગી જીવવાની હવે
મન કહે ચાલ કાઈક હવે કરી લઈએ પાંખો ને લઈ ઉંચે આકાશે હવે ઉડી લઈએ
નવી નવી ક્ષિતિજો ને હવે સર કરી લઈએ
મહેનત કરી જીવન ના સપના ઓને હવે પૂરાં કરી લઈએ
બની કંઈક સફળ જીવન માં સપના ઓને હવે પૂરાં કરી લઈએ
આ મન ના ઉત્સાહ થી આંખો એ જોયેલા સપના ઓને હવે પૂરાં કરી લઈએ
રાહ જોઈ હતી જે પડાવ ની જીવન માં
એ આવેલા પડાવ ને હવે સાર્થક કરી લઈએ
સપના જોતી આંખો ને હવે મહેનત થી પૂરાં કરી લઈએ
સપના ઓ ભરી જીંદગી ના સપના ઓને હવે પૂરાં કરી લઈએ ઉંમર આવી હવે સપના ઓને પૂરાં કરવાની
નવા નવા સપના ઓ માં દોડતા આ મન ને હવે સ્થિર કરી લઈએ
એક સપનું એક ક્ષિતિજ ને હવે જીવન માં સ્થિર કરી લઈએ
ઉડતા સપના ના આકાશ માં આ મન ને હવે સ્થિર કરી લઈએ
હકીકત અને મુશ્કેલી થી મન ને હવે માહિતગાર કરી લઈએ
ઉત્સાહ અને ઉમંગની સાથે સાથે વાસ્તવિકતા ને પણ હવે સમજી જઈએ
સપના જોતી આંખો ને હવે હકીકત જોતી પણ કરી લઈએ
મહેનત અને પરિશ્રમ ની પરિભાષા ને પણ હવે સમજી જઈએ સપના જોતી આંખો ને હવે હકીકત માં સાર્થક કરી લઈએ
સપનાઓ ભરી જીંદગી ના હવે સપના ઓને પૂરાં કરી લઈએ
બાળપણ ના સપનાઓને હવે પૂરાં કરી લઈએ
સપનાઓને પૂરાં કરવાની હવે ઉંમર આવી
હેતલ. જોશી... રાજકોટ