વાત સમજતા મને થોડી વાર લાગે છે આમ,
સુકાઈ ના જાય મોલ જમીનમાં ખાર લાગે છે.
જરા ખડકી તો ખોલ હ્દયની ટપાલી,
આવ્યો છે બારણે કોઈનો તાર લાગે છે.
આવા હ્દય વેધક શબ્દો ના ઉંચારીશ,
પ્રિયતમા મારા દિલની આરપાર લાગે છે.
સત્યનો સાથ હશે તો વિરહનો સમય પણ વિતી,
જશે લાગણીઓ નો પણ મને હવે ભાર લાગે છે.
કયા સુધી ઇન્તજાર કરૂં હું જન્મ અને મૃત્યુ મારા,
હાથમાં નથી છતાં તારા વિના સુનો સંસાર લાગે છે.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "