...." વિના પાનખર ખરી જવાયું "
ક્યારેક ના જાણે કેમ જીવી જવાયું?
થોડુંક થોડુંક ઝેર તો રોજ પી જવાયું;
ડૂમો ભરાઈ ગયો આજ એમનાથી,
બોલ્યાં ન કૈં છતાં મૌન કળી જવાયું;
જો દોસ્ત, છું હું આજ પણ એ જ,
પરંતુ, તારાથી એ કેમ ભૂલી જવાયું?
બદલવાને નિકળ્યો છે તું આ દુનિયા?
ભીતર જો શું ખુદથી બદલી જવાયું?
વસંત જિંદગીની થતી રહી છે ખતમ,
વિના પાનખર "વ્યોમ" ખરી જવાયું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.