ઘરડી સ્ત્રી : કેમ પુરુષો ઘરડા નથી થતા "
મિત્રો આપણું શરીર પાંચ તત્વો માંથી બનેલું છે. અને એ શરીર ને ચલાવવા માટે આપણને લો ઓફ ગ્રેવીટી ની જરૂર પડે છે. જે આપણું શરીર સૌર મંડળ ના ગ્રહો,12 રાશિ, અને 27 નક્ષત્ર માંથી પ્રકાશ ના રૂપ માં મેળવે છે, અને જે પણ આપણે અનાજ, કઠોળ, માંસ, મછલી, ખાઈએ છીએ, એ જીવો, અને વૃક્ષ પણ ગ્રહો પાસેથી પ્રકાશ ના રૂપ માં લો ઓફ ગ્રેવીટી મેળવે છે.
મિત્રો તમે અનુભવ્યું હશે કે નાનું બાળક હોય એ પછી કોઇ જાનવર નું હોય તોય ભલે અને ઇન્સાન નું હોય તોય ભલે તમને ગમશે. એને આપણે રમાડીએ છીએ. નાનું ગધેડા નું બચ્ચું હોય તોય ગમે. કારણ શુ છે ખબર છે?
એમાં લો ઓફ ગ્રેવીટી નું પ્રમાણ વધારે હોય છે એટલે એ આપણને પોતાના તરફ ખેંચે છે. અને એજ ગધેડા નું બચ્ચું મોટુ થઈ જાય એટલે આપણને નહિ ગમે.
એવી રીતે કોઇ ફૂલ હોય એ ખીલે એટલે આપણને ગમે પણ મુરઝાઇ જાય પછી નહિ ગમે
કોઇ વૃક્ષ હોય એ લીલુંછમ હોય એટલે પક્ષીઓ માળા બાંધે, માણસો પણ નીચે બેસે એના છાંયા માં પણ એ જ વૃક્ષ ના પાંદડા ખરી જાય અને વૃક્ષ સુકાઈ જાય તો કોઇ નહિ બેસે ત્યાં કારણ એ વૃક્ષ ની લો ઓફ ગ્રેવીટી ખતમ થઈ ગઈ એટલે એ તમને પોતાની તરફ નથી ખેંચી શકતું.
હવે વાત કરીએ માણસ ની તો આપણે નાના હોઈએ ત્યારે આપણા માં પોઝિટિવ લો ઓફ ગ્રેવીટી નું પ્રમાણ વધારે હોય છે. એટલે આપણે બધાને ગમીએ છીએ. યુવાન થઈએ ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને લો ઓફ ગ્રેવીંટી શરીર માં હોય છે. એટલે કામ ના વિચારો આવે છે. ઘરડા થઈએ એટલે લો ઓફ ગ્રેવીટી ઓછી થઈ જાય છે એટલે આપણે કોઇ ને ગમતા નથી. મિત્રો આ સંસાર લો ઓફ ગ્રેવીટી નો ખેલ છે.
મિત્રો કોઇ પર આપણે લેંણી હોય કોઇ પર અલેણી હોય આમાં દુઃખી નહિ થવાનું આનું કારણ લો ઓફ ગ્રેવીટી છે જો લો ઓફ ગ્રેવીંટી સમાન હોય તો લેંણી થાય જો વિરુદ્ધ હોય તો અલેણી થાય.
આ લો ઓફ ગ્રેવીટી ના કારણે આપણને વૃદ્ધ લોકો ગમતા નથી. જુના જમાના માં સાચી ખોરાક ખાતા એટલે વૃદ્ધ લોકોની પણ લો ઓફ ગ્રેવીટી સારી હોતી એટલે સંતાનો સાથે રાખતા હવે લોકો નું ખાવા પીવાનું બદલાઈ ગયું છે એટલે જલ્દી વૃદ્ધત્વ આવી જાય છે અને માં બાપ ગમતા નથી.
ધાર્મિક ગ્રન્થો લો ઓફ ગ્રેવીટી વધારવામાં મદદ કરે છે પણ લોકોને વાંચવું નથી ગમતું. વ્યસન અને ફેશન ના કારણે લો ઓફ ગ્રેવીટી ઓછી થઈ જાય છે. માટે સાદું ભોજન અને સાદું જીવન અપનાવો સો વર્ષ જીવો.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "