નથી મૃત્યુનો ડર અમને માથા આપીને
અમે બા અને બાપુ ની પદવી મેળવી છે "
મિત્રો હું કાલની વાત કરૂં તો ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન થયું રતનપર રાજકોટ ખાતે એને જોઈને હું ક્ષત્રિય તરીકે બહુ ગર્વની લાંગણી અનુંભવું છું.
ઘણા લોકો એમ કહેતા હતા. ક્ષત્રિયોમાં સંપ નથી,હવે આ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન જોઈને એ લોકોની સાત પેઢીની બોલતી બંધ થઈ ગઈ હશે.
આ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન ની મીડિયા વાળાઓ એ વધારે કવરેજ કરીને બતાવ્યું નથી . કા તો સિંહો અને સિંહણો ના ઇન્ટરવ્યૂ લેતા મીડિયા ને બીક લાગતી હશે. અને કા મીડિયાવાળા સતાપક્ષ ના ગીદડો ના ગુલામ હશે.
"હું સાચું બોલું તો મને મારા પિતાની પરવાનગી
લેવાની જરૂર નથી. જો ખોટું બોલું તો મારી
માં મને એના પાલવ પાછળ છુપાવે એમ નથી "
કારણ અમે ક્ષત્રિયો હમેશા પોતાના હક માટે સત્યના રસ્તે લળ્યા છીએ અન્યાય ની સામે અમે હમેશા અવાજ ઉઠાવ્યો છે. અને ઉઠાવતા રહેશુ.
જ્યારે રાવણ સીતા માતાનું હરણ કરી લાવ્યો ત્યારે માંદોદરીએ રાવણ ને કહ્યું હતું. કે નાથ તમે આ ખોટું કરો છો. તમે માતા જાનકીનું હરણ કરી ને લંકાનું વિનાશ નોતર્યું છે.
પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એમ રાવણ ના માન્યો. રાવણ દોશી હતો છતાંય કુંભકર્ણ એનો સાથ આપ્યો. એવી રીતે ભાજપ પણ રૂપાલા નો સાથ આપે છે. ગુનેગાર ને છાવરનાર પણ ગુનેગાર જ કહેવાય. મને એ નથી સમજાતું કે ભાજપ ના ચાણક્ય કહેવાતા અમિતશાહ ની બુદ્ધિ પણ વિનાશ કાળે વિપરીત થઈ ગઈ છે. ક્ષત્રિયો નો રોષ ભાજપ સાથે નહિ રૂપાલા સાથે છે. પણ ભાજપ આટલા બધા મોટા પ્રમાણ માં ક્ષત્રિયો ની લાંગણી દુભાવીને રૂપાલા ની ટીકીટ રદ નહિ કરે તો રોષ ભાજપ તરફ અવશ્ય વળશે.
અને વાત રહી અમારી બેન દિકરી ના સ્વમાન ની તો અમારા ક્ષત્રિયો એ અઢારે વર્ણની બેન દિકરી ની ઈજ્જતની રક્ષા માટે પોતાના પ્રાણ ની આહુતિઓ આપી છે મુલસ્લિમ ધર્મ ની બેન દિકરીઓ માટે પણ ક્ષત્રિયો લળ્યા છે.
ભાજપ વાળા જે ભગવો લઈને ફરે છે એ ભગવા ને રંગવા માટે અસંખ્ય ક્ષત્રિયાણીઓ ના સેથા ના સિંધુર મટી ગયા છે ત્યારે એ ક્ષત્રિયો ના રક્ત થી એ ભગવો રંગ બન્યો છે.
ક્ષત્રિયો એ માથા દાન માં આપ્યા છે.માથા વિનાના ધડ લળ્યા છે રણ મેદાન માં શિવાજી અને મહારાણા પ્રતાપ ના ત્યારે હિન્દૂ ધર્મ અવની પર ટક્યો છે.
માટે મોદીજી અને અમિતશાહ ને ક્ષત્રિયો ની લાંગણીઓ ને ધ્યાન માં લઈને ઉમેદવાર બદલાવો જોઈએ. રૂપાલા જેવાં આંધળા ને સત્તા ના આપવી જોઈએ આંધળા ને સત્તા આપો તો મહાભારત થવાનું છે.
"ભાજપને એમ હોય કે ક્ષત્રિયોની જરૂર નથી તો
આવા ખોટા પાવરમાં ના રહેવું દેવ ને પણ ધરતીપર
ભગવાન બનવા માટે ક્ષત્રિઓની જરૂર પડે છે "
🙏આ મેસેજ બધા રાજપૂત ભાઈ
બહેન શેર અવશ્ય કરજો 🙏
✍️ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )