રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પુણ્યતિથિ શહીદ દિવસ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 76મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ની સાંજે નાથુરામ ગોડસેએ બાપુની ગોળી મારીને હત્યા કરી હતી.
અહિંસાને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવીને અંગ્રેજોને દેશની બહારનો રસ્તો દેખાડનાર મહાત્મા ગાંધી પોતે પણ હિંસાનો શિકાર બન્યા હતા. તે દિવસે પણ તે રાબેતા મુજબ સાંજની પ્રાર્થના માટે જતા હતા. તે જ સમયે નથુરામ ગોડસેએ તેમને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી અને સાબરમતીના સંત ‘હે રામ’ કહીને દુનિયા છોડી ગયા હતા. જીવનકાળ દરમિયાન તેમના વિચારો અને સિદ્ધાંતો માટે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ સમગ્ર વિશ્વમાં આદરથી લેવામાં આવે છે.
પૂજ્ય બાપુને એમની પુણ્યતિથિ પર શત્ શત્ નમન.
જય ભારત 🇮🇳