नारी का बारबार अपमान पुरुष की अधोगति की निशानी है।
બહુ બોલી ને હવે થાક લાગ્યો તો થયું આજે મૌન વ્રત લઈ લઉં. જ્યારે આપણે બહુ આશા સાથે અપણા પાર્ટનર પાસે જઈએ અને જવાબ ના મળે, ઉપરથી મારી પાસે time નથી એવું વારેવારે સાંભળવા મળે, એક 3 મિનિટ પણ જ્યારે ના હોય વાતચીત કરવા માટે ત્યારે કેટલી વેદના થાય....
અને હદ તો ત્યારે થાય કે T. V જોવા, મિત્રો સાથે ગપ્પા મારવા માટે time છે અને આપણી સાથે વાત કરવાનો time નથી... ? ઉપરથી જ્યારે તેમને જરૂર હોય ત્યારે તો આપણે હંમેશા હાજર રહેવુ જ પડે.. નહીં તો નાટક કરે છે, આખો દિવસ માથું ખાય છે. કકળાટ કરે છે, એવા બધા સંબોધનો સાંભળવા મળે એટલે મન દુઃખી થઈ ગયું...
એટલે આજે આ રસ્તો અપનાવ્યો...
એના કરતાં ના બોલી ને શાંતિ રાખવી વધારે સારી એવું મને બહુ મોડે સમજાયું. અને હવે એના ફાયદા જાણવું...
please બોલને શુ થયું..? આ કામ છે તારા વગર નહીં થાય. તું ફોન પર વાત કરી લેજે ને... મમ્મી ને લાડ કરો બેટા મમ્મી બોલતા નથી 😊.. બહુ વિનંતી કરી એટલે આખરે 3 કલાક પછી મૌન વ્રત તોડ્યું. જોવાય કેટલો time સાંભળે છે નહીં તો ફરી એકવાર મૌન વ્રત.....