... " પ્રણયથી શિકાયત છે "
પ્રણયથી હર કોઈને, કોઈ ને કોઈ શિકાયત છે;
મીલન તો છે ભ્રમ, બસ વિરહ એક હકીકત છે;
એમની કામણગારી અદાઓને, મારે શું સમજવું?
ઇશ્ક છે, જિદ્દ છે કે પછી એમની કોઈ શરારત છે;
બદલાયો જમાનો પણ, હાલાત એના એ જ રહ્યા!
આજ પણ ઘણા લોકોને, મહોબ્બતથી નફરત છે;
મહોબ્બતની વિરુદ્ધ સદા રહ્યો છે જમાનો, તો શું?
પ્રણયના નામે થોડી કાંઈ આ પહેલી શહાદત છે;
જમાનાના વાંકે આજ પણ છે એ બંને અવઢવમાં,
કે હોઠો પર રાખે છે ઇન્કાર ને આંખોમાં ચાહત છે;
તારી કરેલી ભૂલો પર જરા નજર તો કર "વ્યોમ"
થોડી ઘણી પણ વધી હોય જો તારામાં શરાફત છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર