મન ક્યારેય કશુંએ ના માગે તારી અસર.
જીવન તો જીવવા જેવું લાગે તારી અસર.
ના દેખાય દોષ અવરના સંસારી લોકો તણા,
અવગુણો તો દૂરસુદૂર ભાગે તારી અસર.
ભૂલી જાઉં કોઈ પર કરેલા ઉપકારો સહજમાં,
ઘરબેઠાં હોઉં જાણે કે પ્રયાગે તારી અસર.
ન ઊણપ કશીએ સાલતી વ્યવહારમાં કોઈદિ'
ધ્યાનમાં બાંસુરી ક્રિષ્નની વાગે તારી અસર.
મનમેલા ન દીસે કોઈ જ્યાં જોઉં દર્પણે જાત,
આચરણમાં રહી શકું હું આગે તારી અસર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.