હા, મારો period જઈ રહ્યો છે.
શરીર દુખી રહ્યું છે....
ચીડચીડ વધી રહી છે.
કૅલ્શિમ, વિટામિન્સ ઘટી રહ્યા છે.
હાથ-પગ ખેંચાઈ રહ્યા છે.
કમર ઝૂકી રહી છે....
હા, મારો period જઈ રહ્યો છે...
મૂડ swing થઈ રહ્યો છે.
એકલતા વધી રહી છે.
માં-બાપ સાથ છોડી જઈ રહ્યા છે...
હા, મારો period જઈ રહ્યો છે...
જિંદગી ઢલાન તરફ જઈ રહી છે...
બાળકો મોટા થઈ રહ્યા છે....
પતિનો સાથ અપેક્ષીત છે....
હા, મારો period જઈ રહ્યો છે....
બસ આજે એટલું જ.....
ઘણી બધી સ્ત્રીઓની ફરિયાદ હોય છે. આજુબાજુમાં આ જોયું તો બસ શબ્દોમાં ઢાળવાની કોશિશ કરી છે....