જીવન માં કદી જોયું નથી કે એકલાપણું શું હોય
લાગણી ને ક્યાં મૂકી હવે આ એકલતા માં.
જોયું નથી ક્યારેય મે તો શું હોય અંધારા નો ખૂણો
અજવાસ ને ક્યારે અનુભવતા મન માં આવ્યો નથી કોઈ વેમ નો કીડો.
જીવન ની ગાડી આજ જે પટરી પર આવી ને ઉભી છે
કોણ જાણે ક્યારે શું થવાનું છે.
પ્રેમ ની ગાડી પકડવા જતા જોજો કિસ્મત ની ગાડી જતી ના રહે
કિસ્મત નું કોઈ એ ટાળ્યું નથી ને ટાળવા ના પણ નથી.
કોણ જાણે કિસ્મત માં શું થઇ જવાનું છે
ખાલી આવ્યા ખાલી જાશું બોલવું બહુ સારું છે
કરી બતાવો જિંદગી માં બધા અંદર થી બળવાના છે.
જીવન માં આ ના કર્યું અફસોસ કરવો નહિ
જે કરો સારું કરો આનંદ થી કરો સારું કરો આટલું તમે માની લો
જિંદગી બહુ નાની છે પણ સમય ઉપર આધારિત છે
જિંદગી પણ સહારો લે છે તો માનવ ને શું ગમંડ.
વેલ બની ને ફેલાઓ ને વૃક્ષ બની ને છાવ દો.
ક્ષુપ બની ને શું કરવું ને છોડ નું ના નામ લો.
જીવન ની ગાડી નો ભરોસો નથી ને
મૃત્યુ નું શું નક્કી છે?
થોડી ખુશી માં થોડા દુઃખ માં દુઃખ નું શું કામ છે
નથી જોયું એકલતા ને નથી જોયું કદી અંધકાર
ના જોયું જીવન માં એકલતાનો આભ.
પ્રેમ કરીશ તો દિલ થી ને એને મન શું હોય
કોણ જાણે શું કરશે મારી કિસ્મત મારી હોય.
મારા જીવન નું શું નક્કી છે.
આ નાના જીવન માં દુઃખ ને શું કામ
ગોળી મારો લડવા જગડવાને
રિસામણા મનામણાં નું શું કામ.
એકલા આવ્યા એકલા જસો
એકલતા માં રેહવું કેમ
જોડે રેસુ જોડે ફરશું
ખુશીઓ માં ફરવું એમ
માં બાપ ની શાન બનો ને
નામ કરો જાણ
નામ ગુંજશે દુનિયા માં
ખુશીઓ આવે આંગણામાં.
જીવન નું શું આજ છે ને કાલ નથી
મૃત્યુ નું શું ક્યારે આવે ખબર નથી.
નથી જોયું અંધકાર જીવન માં
ના જોયું એકલાપણું.
જીવન જીવવું કીડી જેવું
સાથે કેવી ચાલે.
સાથે રહીએ સાથે ફરિયે
સાથે જીવન કાઢીએ.
શ્રેયા કસ્વેકર (જીલું)