ખુલ્લી હતી મારી બારી
ને નજર પડી અચાનક તારી
જોતો હતો તું મને ધારી ધારી
પછી મણિ બેઠી હું ખુદને સૌથી ન્યારી
ખુલ્લી હતી મારી બારી
બન્દ કર્યા મેં બારણાં ને ખુલ્લી રાખી બારી
તું જોવે છે મને ! એ જોવા આંખો તરસી મારી
ખુલ્લી હતી મારી બારી
ઉછળ્યા મોજા પ્રેમના ને કોરી રહી ગઈ દિલની કિનારી
તને જોઈને દિલના ભાવ ઉછળ્યા મૂકી શરમ શારી
ખુલ્લી હતી મારી બારી
સમજાવવા તને મારા શબ્દો
બની હું ખુલ્લી કિતાબ
વાંચી લાઇશ જયારે મને
ત્યારે હશે તારા મસ્તક પર ખિતાબ
ખુલ્લી રાખી મેં બારી
જોવા તારી આંખો કામણગારી
-shreedhar mittal