ધરા પર થઈ રહ્યો અત્યાચાર, કૃષ્ણ તમે ધરોને અવતાર.
બેલગામ દુર્જનો કરતા ' હું 'કાર, કૃષ્ણ તમે ધરોને અવતાર.
કંસ, જરાસંઘ આજેય હાજર, કરતા નિતનિત અત્યાચાર
દૃષ્ટતા એની નિવારોને કીરતાર, કૃષ્ણ તમે ધરોને અવતાર.
અન્યાયની અગનજ્વાળા રોજેરોજ વધતી જાય પારાવાર
કરીને ભક્ત આરઝૂનો સ્વીકાર, કૃષ્ણ તમે ધરોને અવતાર.
નથી સલામત સજ્જનો, એને મુસીબત બની જતી પડકાર,
ધર્મ રક્ષા કાજે છોડો કામ હજાર, કૃષ્ણ તમે ધરોને અવતાર.
અસત્ય ડગલેપગલે ઊભરાતું, સત્યને હોય ભય ઓથાર
કરીને તમે નિજજનનો વિચાર, કૃષ્ણ તમે ધરોને અવતાર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.