તારા સ્વપ્નની નાવ,
લઈ ગઈ સાગર પાર,
પાંપણે થીજી બુંદ,
ચમકતી રહી રાત,
હોઠો પર મદહોશી,
ફરતી રહી શબ્દનાવ,
તારા મારા મિલનની,
તારો ભરી રાત,
ઝૂલતો રહ્યો ઝૂલો,
ઊંચે ગગનમાં વિહાર,
સ્વપ્ન પવન વેગે છેડે,
ખભે માથું ઢાળી હાશ,
તારા ધબકારમાં શ્વાસ,
સંગીત કેરો મ્હેકે,
ટેરવાના સ્પર્શે ચાંદ,
મંદ મંદ મુસ્કુરાય,
ખીલેલી ચાંદની રાત,
સ્વપ્નોની બારાત,
સ્મિત સજ્યું હૈયે,
શું શું થાય સ્વપ્ને ?
"" અમી ""