શ્વાસમાં થોડી તારી સુગંધ ભળે તો જીવી જવાય
તને દૂરથી જોઈ ખુશીની આંસુ પડે તો જીવી જવાય
ઈશ્વર પાસે કરેલ માગણી,પૂરી થાય તો જીવી જવાય
અંતવેળા પણ આપણો અવસર બને તો જીવી જવાય
મારું દિલ ખાલી તારા નામથી જ ધડકે તો જીવી જવાય
આ લખેલ શબ્દો તને સ્પર્શી જાય તો જીવી જવાય....