Quotes by Bhavesh Tejani in Bitesapp read free

Bhavesh Tejani

Bhavesh Tejani Matrubharti Verified

@bhaveshtejani
(242.6k)

ખોલી દ્રાર હૈયા ના રોજ રાહ જોવ છું તારી,
જેમ પાથરી ફૂલ કેડીએ શબરી જુએ રાહ રામની.

આજ હોઠે શબ્દો નો પડો દુકાળ,
કાતો પ્રીત મારી ખોટી, કાતો તે હૈયેથી લીધી વિદાય.

પ્રીતથી હારેલું હૈયું બીજી પ્રીત ના શોધે
હોય જે હૈયામાં એ તો એને જ પૂજે ..!!

પરાની પાર જઈને થઈને બેઠો શાંત
શંકર કહે ખટપટ મટી, મારે થઈ ગઈ જો ને નિરાંત...

"કોણ રડે છે તવાયફની કબર પર,
આશિક તો ફક્ત બિસ્તર સુધી હમસફર હોય છે..!!"


- પ્રકાશવાઘેલા

બહુ પ્રેમ છે તુજ થી પણ કહેતી નથી હું
ઉપાધી ઘણી છે કશું પણ કહેતી નથી હું

જશે લાગણી આભથી દૂર છેક સુધી
વાદળે અટકાવી મને પણ કહેતી નથી હું

ચહેરા પર ઘણાં ચહેરા નજર આવશે
જખમ દિલના કોઈને પણ કહેતી નથી હું

-રાધાસ્વરા

Read More

શ્વાસમાં થોડી તારી સુગંધ ભળે તો જીવી જવાય
તને દૂરથી જોઈ ખુશીની આંસુ પડે તો જીવી જવાય
ઈશ્વર પાસે કરેલ માગણી,પૂરી થાય તો જીવી જવાય
અંતવેળા પણ આપણો અવસર બને તો જીવી જવાય
મારું દિલ ખાલી તારા નામથી જ ધડકે તો જીવી જવાય
આ લખેલ શબ્દો તને સ્પર્શી જાય તો જીવી જવાય....

Read More

શબ્દે શબ્દે તને સાદ પાડવાની મને ટેવ પડી છે.
તારી સાદગી સંગ જીવવાની મને ટેવ પડી છે.
તારી મનભાવન અદા ની મને ટેવ પડી છે.
તારી યાદો સાથે મસ્તી કરવાની મને ટેવ પડી છે.
તું મળે કે ના મળે પણ,
તારી જ રાહ જોવાની મને ટેવ પડી છે.

Read More

તને યાદ જ ના આવું એજ સારું છે
કારણ વગર તારાં હૈયેં પડેલા ઉજરડા લીલાછમ બની જશે..!!

કેટલો સમય પસાર થઈ ગયો તારાથી છુટ્ટા પડીને ,
છતાં પણ હજી તારા વગર જીવનમાં કંઈક તો ખાલીપો લાગે છે…
જીવન જીવું તો છું પણ અધુરું લાગે છે …શું તને નથી લાગતું??
ઓય,ચલ ને ફરી મળીએ..

તને ઈચ્છા નથી થતી મલવાની, સંવેદનાઓના સ્પંદન થકી નવી શરુઆત કરવાની,
દૂર રહીને બવું તડપી અને ઝૂરી લીધું..
બસ હવે બવું થયું તારી સંગાથે જીવી લેવું છે મારે..
જૂની યાદોનું વિસર્જન કરી ને નવી યાદોનું સર્જન કરીએ ..
ઓય,
ચલ ને ફરી મળીએ..

કાલ નો શું ભરોસો ? આજે જ આવી જા તું બધું છોડીને.. હજી પણ તારી જ વાટ જોવું છું ..જો તું આવે તો પ્રેમની નવી શરુઆત કરીએ ..
ઓય,ચલ ને ફરી મળીએ ..
સ્વરા

Read More