" તારી ગયું "
તરસ્યા હતાં અમે વિરાન રણમાં,
અજાણ્યું પાણી બનીને વરસી ગયું.
ભટકતાં હતાં અમે અજાણ રાહમાં,
કોઈ અજાણ્યું સારથી બની ગયું.
કેટલીય તાણ ચિંતામાં ઘેરાયેલા હતાં,
કોઈ અજાણ્યું ખુશી વરસાવી ગયું.
આંખોમાં છલકાતો દરિયો ઉંડો હતો,
કોઈ અજાણ ખલાસી બની તારી ગયું.
ઘોર અંધકાર આંખમાં દેખાતો હતો,
કોઈ અજાણ્યું દિપક પ્રગટાવી ગયું.
બિના જોષી " આકર્ષા"
તા.૩૦/૦૪/૨૦૨૩