જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
કદી ખાટી, તો કદી, ઘણી મધુર લાગે છે,
કદી સરળ, તો કદી, સાવ આસાન લાગે છે!
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
કદી ઉત્સાહનાં સંચાર થી, મન છલકાવે છે,
કદી હારની ઉદાસીમાં, ઊંડી ગર્તામાં ડુબાડે છે!
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
કદી સફળતાનાં નશામાં, મદહોશ બનાવે છે,
કદી અસફળતાનાં ડરથી, નિરાશ બનાવે છે!
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
કદી માન સન્માન આપી, ઊચ્ચ આસાને બેસાડે છે,
કદી, ઊચ્ચ અમલદારને, કોડીનો કરી નાંખે છે!
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
કદી ઊંચી આશાઓનાં બુલંદ, મહેલ ચણાવે છે,
કદી એક પલકારે, રાતોરાત ધરાશયી બનાવે છે!
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
કદી સુખનાં સમુદ્રમાં, ખૂબ તરાવે છે,
કદી દુ:ખનાં વાદળો ઘેરાવી, નૈયા ડુબાડે છે!
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
કદી લાગણીનો મોટો, ઝંઝાવાત જગાડે છે,
કદી ભય જખમનો નહીં, “ચાહત”નો બતાવે છે!
જિંદગી! “સિલેબસ” બહારનું તું એક, પ્રશ્નપત્ર લાગે છે!!
💕ચાહત💕
(Neha Desai, NJ)