Gujarati Quote in Microfiction by Dr. Bhairavsinh Raol

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ભારતમાં ઉદ્યોગપતિ હોવું એ ગુનો છે ?

જજમેન્ટલ ન હોવાને કારણે હું અદાણી-અંબાણી કે અન્ય કોઈનો બચાવ નથી કરી રહ્યો, પરંતુ મને લાગે છે કે ભારતમાં વ્યવસાય ચલાવવો અથવા ઉદ્યોગસાહસિક બનવું એ ગુનો છે. અદાણી સાચા હશે કે ખોટા એ ખબર નથી, પરંતુ આપણી માનસિકતા કેવી ખોટી અને ગુલામીભરેલી છે એની વાત કરવી છે.
આપણને શીખવવામાં આવ્યું કે માત્ર ઈમ્પોર્ટેડ વસ્તુઓ જ સારી છે. આપણે ક્યારેય આપણા પોતાના બિઝનેસ-મેન અને ઉદ્યોગસાહસિકોની કદર કરી નથી. આજે પણ આપણી IIM, XLRI, IBS સહિતની મેનેજમેન્ટ સ્કૂલોમાં આપણે માર્ક, બિલ, એલોન વગેરેનો કેસસ્ટડી ભણાવીએ છીએ; પરંતુ MTR, હલ્દીરામ, પોલાર, ખેતાન અને બીજું ઘણું બધું બનાવનારને ક્યારેય ભણાવતા નથી. આપણે પતંજલિ માટે રામદેવની મજાક કરીએ છીએ, પણ જોન્હસન અને જોન્હસનનાં વખાણ કરીએ છીએ, જેનું ઉત્પાદન કેન્સરનું કારણ બને છે અને તે સાબિત થયું છે.

આપણે અદાણી, અંબાણી, ટાટા વગેરેની ટીકા કરીએ છીએ કારણ કે આપણને ક્યારેય આપણા પોતાના સંપત્તિસર્જકોની કદર કરવાનું શીખવ્યું નથી. જ્યારે કોઈ બાબત તરફ આંગળી ચીંધીએ, ત્યારે પાછું વળીને જોવાની જરૂર છે કે આપણે આપણા સંપત્તિસર્જકો સાથે કેવો વ્યવહાર કર્યો છે.
સૌથી નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે આપણે ત્યાં કેટલાક લોકો આ દુઃખદ ઘટનાનો આનંદ માણી રહ્યા છે અને એ કૌભાંડ સાબિત થાય એની પ્રાર્થના કરી રહ્યા છે ! હું એવા કોઈ દેશને જાણતો નથી જે ક્યારેય બિઝનેસ સામ્રાજ્યના નુકસાનની ઉજવણી કરતો હોય ! આપણે આપણા જ લોકોની સફળતાની કદર કરવાનું શીખ્યા નથી. અંબાણી અથવા અદાણી જેવા ધનાઢ્ય લોકો અંગત ઉપયોગ માટે પથારીની નીચે નાણાનો સંગ્રહ કરતા નથી. તેઓ બિઝનેસ કરીને નાગરિકોને લાભ આપે છે, કર્મચારીઓને નોકરી આપે છે, સરકારને કર ચૂકવે છે.
આવો, આપણે સખત પરિશ્રમ અને પરાક્રમ કરનાર આપણા સાહસિકોને બિરદાવીએ. શા માટે આપણે એમને હંમેશા હલકી ગુણવત્તાવાળા જ માની લઈએ છીએ અને તેમની સ્વીકૃતિ કે માન્યતા માટે પશ્ચિમના દેશોના સર્ટિફિકેટને મહત્ત્વ આપીએ છીએ ?
આખી સિસ્ટમ જ એવી છે. રાજકારણી હોય, નોકરિયાતો હોય કે સામાન્ય લોકો હોય, સહુ ઉદ્યોગપતિઓ વિશે નકારાત્મક વિચારે છે, તેમ છતાં એ લોકો જોખમ લઈને વિવિધ ઉત્પાદનો કરે છે, નોકરીઓ - આવક પેદા કરે છે અને દેશનો વિકાસ કરે છે. આપણે ટીકાખોર બનવાને બદલે ગુણગ્રાહી નહીં બનીએ તો આપણા જ હાથે આપણું નુકસાન કરતા રહીશું.

વોટ્સએપ ‌મેસેજ :અજ્ઞાત

Gujarati Microfiction by Dr. Bhairavsinh Raol : 111857949
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now